________________
પ્રકમ-૭
शालिभद्र महाकाव्यम्
૪૮૪૪8 | 8282828282828282828282828282
વત્સ ! પહેલેથી જ વિધાતાએ મને એક પુત્રવાળી બનાવી છે. એટલે જ હું તારા પર સદા અનિષ્ટની શંકાના કાદવથી વ્યાકુળ રહેલી છું. || ૬૭ ||
જેનો તારા જેવો મહાન પુત્ર ઉગ્ર સંયમ સ્વીકારે છે, તે માતા પણ અહો ! જીવી રહી છે. હાય ! હાય ! સ્ત્રીઓનું કેવું લોખંડી જીવન ! || ૬૮ ||
માત્ર કુંતીદેવી જ ધન્ય છે, જે પુત્રો (પાંડવો) સાથે વનમાં ગઈ. રામની માતા કૌશલ્યાની જેમ શલ્યવાળી હું પતિ અને પુત્ર વગરની બની. // ૬૯ //.
જુઓ તો ખરા ! જેના હૃદયમાં ડાહી અને પ્રધાન પુત્રવધુઓ ચિંતાનું કારણ બની ખટક્યા કરે છે (છતાં ભદ્રાને કાંઈ થતું નથી) તે ભદ્રા કઠોર કેમ નહિ ?
ગૌણાર્થ : જતો તો ખરા ! જેની છાતીમાં કાનાવાળા, લોખંડથી બનેલા ભાલાઓ નિરંતર વાગ્યા કરે છે (છતાં જે ભેદાતી નથી) તે ભદ્રા કઠિન કેમ નહિ ? | ૭૦ ||
જેમાં પવિત્ર કાર્યો કરવાનો નિષેધ છે, તે જયોતિષ-પ્રસિદ્ધ ‘ભદ્રા' જેવી આ ભદ્રા (હું) ખરેખર પુણ્યકર્મથી રહિત અને ત્યાજય સુખવાળી છે. પરંતુ હે શાલિભદ્ર મુનિવર ! આપને નહિ વહોરાવવાથી છેલ્લે પણ મારો વિજય થયો નહિ. જયારે જયોતિષ-પ્રસિદ્ધ પેલી ભદ્રાના છેડે તો જય મળે છે. હું તો તેનાથી પણ ગઇ ! | ૭૧ //
| ધિક્કાર હો ! ધિક્કાર હો ! હું ભ્રાંત થયેલી છું કે ઠગાયેલી છું અથવા ધતૂરો પીધેલી છું. અરેરે વહાલા પુત્ર ! હું તો લૂંટાઇ ગઇ ! મારા મનોરથો એળે ગયા. || ૭૨ //.
82828282828282828282828282828282888
//
૦૨ ||