________________
પ્રકમ-૭
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ભદ્રાનો વિલાપ :
જાણે વજથી ઘડેલા કે જાણે ટાંકણાથી કોતરેલા... વૈભારગિરિની શિલા પર સૂતેલા તે બે મુનિઓને જોઇ પરિવાર સહિત ભદ્રા મૂચ્છ પામી. / ૬૦ |
પહાડના પવનથી ફરી જાગૃત થયેલી ભદ્રા શાલિભદ્રનું મુખ જોઇ શોકથી વ્યાકુળ થયેલી વારંવાર વિલાપ કરવા લાગી. / ૬૧ ||
ઓ વહાલસોયા પુત્ર ! ઓ નિર્મળ બેટા ! ઓ પવિત્ર નંદન ! ઓ વીર ! ધીર ! ગંભીર ! ઓ સાધુઓમાં મુખ્ય હીરલા ! / ૬૨ //
ઓ નિર્મમ નિઃસ્પૃહ ! કમળ જેવા નિરંજન ! સૌના લાડીલા ! સમતામાં ઝીલનારા ! ઓ સૌમ્યમૂર્તિ ! તત્ત્વમૂર્તિ ! સત્ત્વમૂર્તિ ! વત્સ ! // ૬૩ ||
તારા મુખ પર હું મરી ફીટું છું. તારા નેત્રનું હું લુછણું લઉં છું. તારા માટે હું મારું સર્વસ્વ ન્યોચ્છાવર કરું છું ! તારા નિર્મમત્વ પર હું ઓવારણાં લઉં છું. || ૬૪ ||
બત્રીશ તળાઇઓમાં સુનારા હે વહાલા પુત્ર ! ધગધગતી શિલા પર સૂવા છતાં ઓ સુકમાળ કુમાર ! તું કેમ પીગળી ગયો નથી ? || ૬૫ ||
હં... જાણ્યું. અહીં આ કારણ છે કે તું તે ભદ્રાથી જન્મ પામેલો છે, જેની કઠોરતા પાસે વજ પણ આવીને પાણી ભરે ! || ૬૬ //
82828282828282828282828282828282828
Iloil