________________
પ્રક્રમ-૭
शालिभद्र महाकाव्यम्
BANAURU 8282828282828282828282828282
જગદ્ગુરુ શ્રી મહાવીરસ્વામી બોલ્યા : હે ભદ્રા ! પોતાના હિતમાં સાવધાન તે શાલિભદ્ર અને ધન્ય મુનિને મેં “આજે તારી માતા પારણાનું કારણ બનશે’ એમ કહી તમારે ઘેર મોકલ્યા હતા. || પર ||
પુત્રના આગમનની રાહ જોતી હોવા છતાં પણ તું પુત્રને જોઇ શકી નહિ. જેમ સુખનો અભિલાષી માણસ તે સુખના કારણ ધર્મને જોઇ શકતો નથી. || પ૩ //
- તમારા તરફથી કોઇ જવાબ ન મળતાં પાછા વળ્યા. પૂર્વ ભવની માતા ધન્યાએ વહોરાવેલા દહીંથી માસક્ષમણનું પારણું કરી ધન્ય મુનિની સાથે શ્રેષ્ઠ જ્ઞાનવાળા તેમણે મારી અનુજ્ઞાથી હમણાં જ વૈભારગિરિ પર પાદપોપગમન નામનું અનશન સ્વીકારેલું છે. || પ૪ || પપ ||
જગતના જીવો માટે જીવનના ઔષધ સમા જિનેશ્વરદેવરૂપી ચંદ્રના વચનામૃતોથી કમલિની જેવી તે પદ્મિની સ્ત્રીઓ મૂરઝાઇ ગઇ તે બરાબર છે.
(સૂર્યવિકાસી કમલિની ચંદ્રના ઉદયથી કરમાઇ જતી હોય છે. અહીં પ્રભુને ચંદ્રની અને પ્રિયાઓને કમલિનીની ઉપમા આપી છે.) || ૫૬ //.
નિસાસા નાખતી, ડગલે પગલે ઠોકરો ખાતી... જાણે બંધનમાં ફસાયેલી હંસલી ! જાણે જાળમાં પકડાયેલી માછલી ! જાણે બાણથી વીંધાયેલી મૃગલી ! ભદ્રા વૈભાર પર્વત પર આવી. || પ૭ // પ૮ ||
વિસ્મિત થયેલા શ્રેણિક મહારાજા પણ અભયકુમારની સાથે શ્રી મહાવીરસ્વામીના વીરથી પણ વીર શિષ્યોને જોવા માટે ત્યાં આવ્યા. // ૫૯ //
828282828282828282828282828282828282
IIઉool