________________
પ્રકમ-૭
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
મેં ઘેર આવેલી કામધેનુને લાકડી મારી. સૂંઢમાં પૂર્ણ કુંભવાળો હાથી દરવાજા બંધ કરીને અટકાવ્યો. || ૭૩ // મહિનાના ઉપવાસી પુત્ર, મહામુનિને જે મેં વહોરાવ્યું નહિ તે પીડા મને જીવનભર રહેશે. || ૭૪ ||
અરેરે ! હું તો હણાઇ ગઇ ! હું બળી ગઇ ! જેથી નિર્ગુણી મેં આંગણે આવેલા પુત્રને ભિખારીની ગણતરીમાં પણે ન ગમ્યા. || ૭૫ ||
તારા આગમનના ઉત્સવમાં વ્યગ્ર થયેલી હું ઘેર આવેલા તને જાણી શકી નહિ, વિવાહમાં વ્યાકુળ થયેલી કન્યા જેમ હસ્તમેળાપને ભૂલી જાય તેમ હું ભૂલી ગઇ. || ૭૬ /
હે વત્સ ! તે વખતે મેં તને ઉત્તર આપ્યો નહિ તે યોગ્ય જ હતું. કારણ કે ઓ વહાલા પુત્ર ! જગતમાં તારાથી ઉત્તર (ઉત્તમ) બીજું કંઈ છે જ નહિ. || ૭૭ ||
મોટે ભાગે કુપુત્ર પ્રત્યે પણ માતા કુમાતા બનતી નથી. પરંતુ આ વાત પણ ખોટી પડી, કારણ કે ઘેર આવેલા નિર્મમ પુત્રને પણ મેં પાપિણીએ જોયો નહિ. || ૭૮ ||
પહેલા તારા પિતાના વિયોગથી પછી તારા વિયોગથી અને ત્યાર પછી તને દાન નહિ દેવાથી થયેલી અભક્તિના પશ્ચાત્તાપથી-એમ ત્રણ પ્રકારની આગ વડે તપેલું // ૭૯ // અને લોકોનાં દુષ્ટ વાક્યોના ઘણથી હણાયેલું તારી માતાનું નિરાધાર હૃદય તૂટ્યું નહિ તે ખરેખર ત્રણ વાર પરીક્ષામાંથી પાર ઊતરેલા વજ જેવું મજબૂત છે. / ૮૦ ||
હે વહાલસોયા નંદન ! માતા અને પત્નીઓની (પ્રીતિની) પરીક્ષા તેં જોઇ લીધી-કરી લીધી. પરંતુ ખરેખર ધર્મની જેમ ધન્ય મુનિની પ્રીતિ તો ઠેઠ સુધી રહેનારી હોવાથી સુંદર છે. || ૮૧ ||
ARRARAUAYA8A82828282828282888
// પુરૂ ||