________________
श्री
शालिभद्र
महाकाव्यम्
DRRY
તો બાણની જેમ મર્મવેધી લાંબો વિલંબ શા માટે ? સંગમના ભવે ખીરના દાનમાં પણ તમે ક્યાં મોડું કરેલું ?
|| ૨૭ ||
તો અનશન માટે બળવાન સંકલ્પ કરીને મૈત્રીની મધુરતાવાળા, ક્ષમા આપવામાં મુખ્ય, ઊગેલા સૂર્ય ચંદ્ર જેવા ધન્ના અને શાલિભદ્ર મુનિ ભ. શ્રી મહાવીરદેવને વંદન કરવા ગયા. ॥ ૨૮ ॥
ભ. શ્રી મહાવીરસ્વામીને વંદન કરી તે બંને પ્રશમશાલી મુનિઓએ ચારિત્રના ઊંચા મહેલના અગ્ર ભાગ પર ધજા સમાન અંતિમ-આરાધનાની વિધિ કરી. ॥ ૨૯ ||
મોહનાશક શુભ ધ્યાનમાં મુખ્ય સુભટ સમા તે બંનેને પ્રશંસાત્મક સોનાનાં ફૂલોથી ભ. શ્રીમહાવીરદેવે જાતે વિભૂષિત કર્યા. ॥ ૩૦ ||
હે વત્સો ! તમે આત્મસ્થ છો. ધન્ય છો. કૃતપુણ્ય છો. સુલક્ષણ છો. તમારો જન્મ સફળ છે. તમારું સંયમ – જીવન શ્રેષ્ઠ છે. ।। ૩૧ ||
પરાક્રમને ધનુષ્ય બનાવી, ત્યાં જલ્દી જનારું બાણ જેવું મન સ્થાયી લક્ષ્યવેધના ધ્યાનમાં સાવધાનીપૂર્વક રાધાવેધ સાધો. ॥ ૩૨ ||
ધન્ના-શાલિભદ્ર વૈભારિગિર ૫૨ :
આ પ્રમાણે નેત્ર વસ્ર (બહુમૂલ્ય બારીક વસ્ર) જેવા ઊજળા શ્રી જિનેશ્વરદેવના આદેશને મસ્તકે ચડાવી તથા યુદ્ધની પ્રતિજ્ઞા સમું સમિતિગુપ્તિનું વ્રત તથા અનુરૂપ હિતશિક્ષા પણ મસ્તકે ચડાવી તરત જ ॥ ૩૩ || વિશુદ્ધ
અધ્યવસાયની જેમ શ્રીગૌતમસ્વામીને આગળ કરીને મૈત્રીભાવ જેવા ઊંચા વૈભાર પર્વત પર ગયા. ॥ ૩૪ ||
3|
પ્રક્રમ-૭
॥ ૪૬૭ ||