________________
श्री शालिभद्र
महाकाव्यम्
BREKER
ભિક્ષાચરોને યોગ્ય આંગણાના ખૂણે ઉભેલા, હંમેશના પરિચિત મને ભદ્રાની પ્રેમાળ આંખ જોઇ શકી નહિ. જેમ આંખ પોતાની અંદર રહેલી લાલાશને જોઇ ન શકે. || ૧૪ ||
તો હવે મારે પૂર્વની માતા ધન્યા કે પછીની માતા ભદ્રાથી કોઇ કામ નથી. મારે તો મુક્તિના મંગળ પર્વત પર જવું છે. તેથી જ મારે જીવનની અંતિમ ક્રિયા-અનશનક્રિયાથી કામ છે.
ગૌણાર્થ : તો હવે મારે પૂર્વ કે પશ્ચિમ દિશાથી કોઇ કામ નથી. મારે તો મેરુ પર્વત પર જવું છે. તેથી ઉત્તર દિશાથી જ કામ છે. (અહીંથી મેરુ ઉત્તર દિશામાં છે.) | ૧૫ |
વેદમાં ઓંકારનું ચિંતન કરાય તેમ વૈરાગ્યમાં આ પ્રયોગ (અનશનનો પ્રયોગ) વિચારીને શાલિભદ્ર મુનિએ મુક્તિનગરીના મુસાફર ધન્ય મુનિને કહ્યું. ॥ ૧૬ ||
ઘંટી વડે દળાયેલા ધાન્યને જેમ સુપાત્રદાનથી ધર્મના અંકુરા ઉગે તેમ દુઃખથી પીસાયેલા પુણ્યવાન પુરુષોને
પણ પ્રાયઃ ધર્મમાર્ગમાં ગતિ થાય છે. | ૧૭ ||
સદ્ગુદ્ધિમાન આપે તો ધૂર્તરાજ મોહરાજાને લીલાપૂર્વક ઠગીને મહાપુણ્ય મેળવી લીધું છે.
ગૌણાર્થ : બુદ્ધિશાળી આપે તો મહામોહવાળા મોટા ધૂતારાને ઠગીને બકરો આપીને મોટો બળદ મેળવી લીધો છે. ।। ૧૮ ॥
ધર્મરૂપી દેવેન્દ્રના સૈન્યની મોખરે ચાલનાર ઓ વીર મુનિ ! આપનાથી સદા નવા પેદા થનારા રાગદ્વેષ વગેરે દાનવો દૂર ભાગ્યા છે. ।। ૧૯ ||
TERRY
TET
પ્રક્રમ-૭
॥ ૪ ॥