________________
પ્રકમ-૭
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
આ ભવમાં મળેલી ભદ્રા માતાએ તો પુત્રવધૂઓના કામ માટે ચેલ્લણા જેવી રાજરાણીઓને પણ મળવા મુશ્કેલ રત્નકંબલોને પણ ફાડી નાખ્યા. || ૬ ||
તે સંગમના ભવમાં પિતાના દર્શન તો દૂર રહો પણ તેમની નામનીયે ખબર નહોતી. આ ભવમાં મારા પિતા ગોભદ્ર દેવે દેવલોકથી માનવ લોક સુધી મારા માટે કેટલીયે આવજા કરી. || ૭ |
ત્યારે ગામથી બહાર રખડનારો હું પશુઓનો દાસ ગોવાળ હતો અને હમણા એવો ગર્ભશ્રીમંત બન્યો કે શ્રેણિક રાજાને પણ કરિયાણું સમજયો. || ૮ ||
પહેલા રડી-રડીને દયાળુ પાડોશીઓ પાસેથી મારી માએ ખીર મેળવી હતી અને તે ખીરથી હું એવો રાજી થયેલો જાણે કોઈ રાજય મળ્યું ! | ૯ આ ભવમાં મારા વિશાળ વૈભવના પ્રભાવના અનુભવને ‘બીજો કોઇ મારો માલિક છે' આટલા વાક્યથી વાઘના બચ્ચાના આચરણ જેવું માનવા લાગ્યો. (બીજાએ કરેલો એંઠો શિકાર પણ વાધ ખાઇ જાય... તેમ મને પણ મારો વૈભવ એંઠો લાગ્યો.) || ૧૦ ||
તે વખતે મુજ ગામડિયાનું મૃત્યુ જ થઇ જાત, જો મારા ભાગ્યથી પાછળ આવનારા મુનિ ન આવ્યા હોત. // ૧૧ /.
ધરતીના ગુણોથી ઘોડાની જેમ, જે પ્રશસ્ત માતાના સત્ત્વ, સહાય અને સાહસ વગેરે ગુણોથી હું આટલી ભૂમિકાએ પહોંચ્યો છું, તે ધન્યા હજુ પણ તેવી જ ગરીબ છે. વાત્સલ્યના અમૃતની તળાવડી જેવી કે, હું બીજા જન્મમાં હોવા છતાં મારા પારણાનું કારણ બની. || ૧૨ || ૧૩ /.
8A%A88888A YAUAAAAAAAA
|
૬
||