________________
પ્રકમ-૭
[ પ્રક્રમ - ૭)
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
હે ચતુરપુરુષો ! શ્રીશાલિભદ્રમુનિની મુનિઓમાં મુખ્ય અનુત્તર વિમાનરૂપ ફળના ઉદયવાળી, મંગળરૂપ, અવિનશ્વર લક્ષ્મીનો વિચાર કરો.
ગૌણાર્થ : હે ચતુર પુરુષો ! શ્રેષ્ઠ ધાન્યોમાં મુખ્ય, અદ્વિતીય ફળના ઉદયવાળી, મંગળરૂપ, ચોખાની શોભા વિચારો. // ૧ /
શાલિ મુનિની અનશન વિષયક વિચારણા :
હવે પ્રભુશ્રી મહાવીરના વચનોનું ચિંતન કરતા અષડક્ષીણ મંત્રણાના જાણકાર (જેમાં છ આંખો ન હોય, ચાર જ આંખો-બે જ માણસો હોય તેવી મંત્રણા તે અષડક્ષીણ મંત્રણા કહેવાય.) શ્રી શાલિભદ્ર મુનિ આ પ્રમાણે વિચારવા લાગ્યા. (અહીં શાલિભદ્ર અને મન બંને વચ્ચેની મંત્રણા સમજવી.) || ૨ ||
અહો ! સંસાર-નાટકમાં પ્રાણી ગર્ભરૂપી પડદામાં પેસી ફરી ફરી વેષ બદલી વારંવાર નાચી રહ્યો છે. || ૩ //
ક્યાં મારી તુચ્છ ગામમાં રહેવાની વિડંબના ? અને ક્યાં મારી દેવી જેવી ગુણોવલ નાગરિકતા ? || ૪ ||.
પહેલા સંગમના ભવમાં મારી મા ધન્યા સર્વ રીતે પરાભવનું સ્થાન, કાંટા જેવો તુચ્છ આહાર કરનારી, આવી આહિરણ બકરી જેવી હતી. બકરી પણ કાંટા ખાનારી સદા ભયભીત, તુચ્છ અને પરાભવનું સ્થાન હોય છે. / ૫ ||
828282828282828282828282828282828482
||
૬
||