________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
હવે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર બોલ્યા : હે મહામુનિ શાલિભદ્ર ! આ ઘરડી મહિયારી; જેણે તને દહીં વહોરાવ્યું, તે તારી પૂર્વજન્મની માતા છે. || ૨૦૬ ||
શાલિગ્રામમાં રહેનારી પહેલા એ નામથી જ ધન્યા હતી. હવે આપને દહીં વહોરાવવાથી સાચા અર્થમાં “ધન્યા' બની છે. || ૨૦૭ /
ભ. શ્રી મહાવીર પ્રભુ પાસેથી પૂર્વભવનું સર્વ સ્વરૂપ સાંભળીને પ્રબળતર વૈરાગ્યથી શોભતા શ્રી શાલિભદ્રા મુનિએ શરીરને કહ્યું : હે શરીર ! હવે હું તને ભોજનમાં જોડું છું અને મનને શરીરથી બહાર અંતરીક્ષમાં રહેલું જોઇને તે પુણ્યવાન મહાત્માએ આ (ખાવું એ) શરીરનો સ્વભાવ છે એમ માની પારણું કર્યું. // ૨૦૮ //.
શ્રી શાલિભદ્રની વિશાળ સમતાની હું શી રીતે સ્તુતિ કરી શકું ? સામાન્ય લોકોની સમજણથી જાણે બહાર રહેલા પોતાની માતા વડે પણ પેદા કરાયેલા આ વજ જેવા તીક્ષ્ણ અપમાનો વડે પણ સમતા ખંડિત થઇ નહિ જુઓ તો ખરા ! આકાશમાંથી પડતા વજથી ક્ષીર સાગર પણ સળગી ઊઠે છે અને હિમાલય પર્વત પણ પીગળી ઊઠે છે. (પરંતુ આ શાલિભદ્ર નહિ.) તો સમુદ્ર કે પર્વતની સાથે તેમની સમતા તુલ્યતા શી રીતે થઇ શકે ? ૨૦૯ |
અપમાનના વજ પ્રહારોથી સામાન્ય મુનિઓ પોતાનો સમતા-પક્ષ ખોઇ બેસે છે. પરંતુ સમતાના સુધા-સમુદ્રમાં સૂઇ રહેનારા આ શાલિભદ્ર મુનિને મૈનાક પર્વતની જેમ એ પ્રહારો વાગ્યા નહિ.
ગૌણાર્થ : બીજા પર્વતો વજના પ્રહારોથી પોતાની પાંખ ખોઇ બેસે છે, પણ સાગરમાં રહેનારા મૈનાક પર્વતને તેની કોઇ અસર થતી નથી. || ૨૧૦ //
8A%A88888A YAUAAAAAAAA
| ૬૬૬