________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
સામાન્ય માણસોને માતા અને માતૃભૂમિ પ્રિય હોય છે. પરંતુ તે મુનિઓને માતૃભૂમિ શી રીતે પ્રેમ ઊપજાવે ? કારણ કે તેમને મન જન્મ જ લજજા કરનારો હતો. // ૧૧૩ /
સામાન્ય માણસોને પોતાના માણસો, પોતાનું ગામ, પોતાના ગામનો સીમાડો વગેરો જોતાં આનંદ થાય છે. પરંતુ સકળ જગતના મિત્ર હોવાથી તે મુનિઓને તો સૂર્યની જેમ આખી દુનિયા સમાન હતી. || ૧૧૪ //
હવે દેવોની શ્રેણિથી લેવાયેલા ભગવાન શ્રી મહાવીર સ્વામી પણ વસંતઋતુની જેમ વૈભાર ગિરિ પર પધાર્યા. ગૌણાર્થ : ફૂલોની શ્રેણિથી લેવાયેલી વસંતઋતુ વૈભાર ગિરિ પર આવી. || ૧૧૫ //
ત્રણ ગઢની પરિધિવાળા, ત્રણ લોકમાં તિલક સમાન, રત્નમસ્યા સમવસરણમાં ભ. શ્રીમહાવીરદેવ બિરાજમાન થયા. / ૧૧૬ ||.
ત્યાર પછી હું પહેલો-હું પહેલો-એવા ધસારાપૂર્વક, કદી જોયેલા જ ન હોય તેમ ભગવાન શ્રી મહાવીર જિનની સેવા કરવા લોકો આવી પહોંચ્યા. શ્રીમંત માણસ પાસે જેમ સગાવહાલા આવી પહોંચે. || ૧૧૭ |.
આ બાજુ શબ્દ અને અર્થની જેમ સાથે રહેનારા, મોક્ષ માટે આદરવાળા, સાધુજનના આચારોમાં તિલક સમા, ઉત્સુકતા અને અહંકાર વિનાના માનનીય મુનિશ્રી ધન્ના અને શાલિભદ્ર માસક્ષમણના પારણે અનુજ્ઞા લેવા માટે સર્વજ્ઞ ભગવંતશ્રી મહાવીરદેવને ઉચિત સમયે વંદન કર્યું. // ૧૧૮ / ૧૧૯ //
ભ. શ્રીમહાવીર દેવે શાલિભદ્ર સામે જોતાં કહ્યું : વત્સ ! આજે તારી માતા પારણાનું કારણ બનશે. / ૧૨૦//
8A%A88888A YAUAAAAAAAA
// ૪૭૮||