________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
૪૮૪૪8 | 8282828282828282828282828282
હવે પ્રભુનો તે આદેશ સ્વીકારી પંડિતોના માર્ગદર્શક શાલિભદ્ર મુનિ ધન્ના મુનિ સાથે ચાલવા માંડ્યા. જાણે આકાશને અજવાળનારો સૂર્ય દિવસની સાથે ચાલ્યો. || ૧૨૧ ||
આ તો મને ગમતું' તું ને વૈદે કીધું. ઠીક છે.” આ પ્રમાણે જતાં પહેલાં નિર્મમ અને વિચારક શાલિભદ્ર મુનિએ મનમાં પણ વિચાર્યું નહિ. || ૧૨૨ ||
તે બે મુનિઓ એટલે જાણે સાક્ષાત્ ધર્મ મહારાજાના એકદમ હોંશિયાર બે જાસૂસી માણસો ! જલ્દીથી પાછા ફરવાની ઇચ્છાવાળા તેઓ નગરમાં પેઠા... જાણે મોહરાજાના નગરમાં ઘૂસ્યા ! // ૧૨૩ /
ક્રોધ, આનંદ, વિસ્મય, અહંકાર, લજ્જા, પરિચય કે પ્રશંસાથી નહિ રંગાયેલા. / ૧૨૪ | ભીંતના ચિત્ર જેવા થઇ ગયેલા સગાવહાલાઓએ, ઝાડ જેવા સ્તબ્ધ થઇ ગયેલા હોંશિયાર લો કોએ કે પંખીઓ જેવા બની ગયેલા મિત્રોએ કે કોઇએ નહિ ઓળખેલા. || ૧૨૫ || રાજમાર્ગ પર ચાલતા શાલિભદ્ર અને ધન્ય મુનિ શ્રીમહાવીર સ્વામીના વચનના કારણે ભદ્રા માતાના મહેલમાં જ તરત પ્રવેશ્યા. જાણે રાગના કિલ્લામાં પ્રવેશ્યા. || ૧૨૬ ||
પાંગળા માણસની જેમ તેઓની આંખ રૂપી ગાય વૈર્ય રત્નોની લીલી કાંતિરૂપ ઘાસમાં કે મૂકેલા મોતીઓના કણોના ઢગમાં જરાય ચાલતી ન્હોતી. અર્થાતુ તેઓએ વૈડૂર્યરત્નો પર કે મોતીઓ પર... ક્યાંય નજર કરી નહિ.
8A%A88888A YAUAAAAAAAA
આ તો મારો જ મહેલ છે-એમ સ્નેહપૂર્વક, અરે... અહીં તો હું મોજ કરતો હતો તે જ આ છે-એમ આદરપૂર્વક, ઓહ...! જુઓ તો ક્યાંય તૂટ્યો તો નથીને ? એમ આશંકાપૂર્વક, ના... ના... ક્યાંય તૂટ્યો નથી. એવો જ
/ ૪૭૬ ||