________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
જેણે પ્રાણાયામના અભ્યાસથી આત્મા સ્વસ્થ બનાવ્યો છે. જે બ્રાહ્મણના ત્રણ અગ્નિથી પણ અધિક બળવાન છે. જે ઇન્દ્રિયોની શક્તિ હણનારો છે. તે આ મુનિઓનો તપ ખરેખર હનુમાન છે.
ગૌણાર્થઃ પિતા પવનંજયના સાંનિધ્યથી સ્વસ્થ આત્માવાળો, ત્રેતાયુગમાં અધિક બળવાન ગણાયેલો, રાવણના પુત્ર અક્ષનો વધ કરનાર આ હનુમાન છે. || ૧૦૬ ||
મુક્તિની અદમ્ય ઝંખનાથી દુર્બળ શરીરવાળા બે મુનિઓ ! જાણે મોહરૂપી હાથી પર ફાળ ભરવા સંકોચાયેલા બે સિંહ. || ૧૦૭ ||.
મળથી મલિન થયેલા તેઓ તેવા લાગતા હતા, જાણે તેમના પાપનો કાદવ બહાર નીકળ્યો છે ! જાણે તેઓ સંયમ સુંદરીના આલિંગનથી ચોંટેલી કસ્તુરીથી અંકિત થયેલા છે. // ૧૦૮ //
રસ્તામાં કામરૂપી ચોરનો ભય નહિ હોવાથી અથવા જવાનું થોડુંક હોવાથી તે મહાત્માઓ ઇયસમિતિપૂર્વક ધીરે-ધીરે સુંદર રીતે ચાલતા હતા. / ૧૦૯ ||
તેઓને ચાલતાં થતો હાડકાનો અવાજ, શું ઇન્દ્રિયરૂપી પૈડામાં થોડુંક તેલ ઊંજવાથી (નાખવાથી) ૧૮OOO શીલાંગથી ભરેલા શરીરરૂપી ગાડાનો ચિત્કાર છે ? || ૧૧૦ ||
સૂર્યના તેજ જેવો ઝળહળતો બાર પ્રકારનો તપ બાર વર્ષ સુધી કરીને બાર ભાવનાઓ ધારણ કરનારા, આઠેય મદથી રહિત, સમિતિ-ગુપ્તિમાં એક્કા, શાલિભદ્ર અને ધશા મુનિ ભ.શ્રી મહાવીર સ્વામી સાથે ફરી રાજગૃહ નગરમાં આવ્યા. // ૧૧૧ // ૧૧૨ //.
82828282828282828282828282828282888
||
9 ||