________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ગૌણાર્થ : વર્ણ શ્લોકાર્ધ રહિત આ બિંદુચુત નામનો અલંકાર થયો. / ૧૦૦ ||
ભોજન નહિ વાપરનાર લોભી માણસ જેવા માસક્ષપણોએ તપના સારવાળા દેહરૂપી ઘરને જ દુર્બલ બનાવી દીધું. || ૧૦૧ ||
એક માસી બે માસી ત્રણ માસી, ચાર માસી ઉપવાસોની દુકાનથી અભિમાન વગરના ધન્ના અને શાલિભદ્ર મુનિ અગણિત પુણ્યનું કરિયાણું ખરીદતા હતા. // ૧૦૨ //
ત્યાર પછી ભદ્ર, મહાભદ્ર, સર્વતોભદ્ર, યવમધ્ય, વજ મધ્ય વગેરે નામોવાળી પ્રતિમાઓની તેઓ આરાધના કરતા હતા. / ૧૦૩ ||
ઉગ્રપણાના આદરથી નિષ્કામ તપશ્ચર્યાએ ધન્ના અને શાલિભદ્રને લોહી-માંસ વિનાના બનાવ્યા, જેમ પાર્વતીએ શંકર-ગણને બનાવ્યો હતો.
ગૌણાર્થ : શિવજીના સ્નેહથી પાર્વતીએ શંકરનો ગણ લોહી-માંસ વિનાનો હાડપિંજર બનાવ્યો. (પાર્વતીની પ્રેરણાથી શિવજીએ અંધકારને હજારો વર્ષ સુધી ત્રિશુળમાં પરોવી લટકાવી રાખ્યો. શરીર સાવ હાડપિંજર બની ગયું ત્યારે તેણે શરણું સ્વીકાર્યું અને પછી તે ભૂંગિગણ (શંકરનો પણ) તરીકે પ્રસિદ્ધ થયો. એવી પૌરાણિક માન્યતા છે.) || ૧૦૪ ||
તલવારની ધારને તો મ્યાનનો સંબંધ છે. કામ કરવું પડે છે. લોહીથી ખરડાતાં મલિન થવું પડે છે. હિંસક થવું પડે છે. પણ આ બંનેનો તીવ્ર તપ તો પૈસાની તિજોરીનો સંબંધ, સાવદ્ય વ્યાપાર, મલિનતા અને હિંસાથી રહિત હોવાથી ખાંડાની ધાર કરતાં પણ અધિક શોભી રહ્યો હતો ! / ૧૦૫ //
8A%A88888A YAUAAAAAAAA
/ ૪૭૬ |