SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ शालिभद्र महाकाव्यम् 828282828282828282828282828282828288 અહીં કેટલી સરળતા અને સહજતાથી સજજન અને ગામને ગોઠવી દીધા છે ? તેઓ શબ્દોના તો સ્વામી છે. એમના શબ્દ-કૌશલ્યને બતાવતા હજુ બીજા ઉદાહરણો જોઇએ. इमं दोषाकरं बालं, दुर्बलं विगलद्वसुम् । निजसम्भावनेनात्र, पवित्रय महाव्रतिन् ॥ १/१०३ હે મહાવ્રતધારી મુનિ ! આ દૂબળા, દરિદ્ર અને દોષોથી ભરેલા બાળકને આપના આગમનથી પવિત્ર કરો. ગૌણાર્થ : હે શંકર ! આ પાતળા, કિરણ વગરના ચંદ્રને આપની જટામાં ધારણ કરી પવિત્ર કરો. અહીં મુનિ સાથે મહાદેવનો કેવો સરળ શ્લેષ થયેલો છે ? બહુ વિચાર કરવામાં ન આવે તો કલ્પના પણ ન આવે કે મુનિ પાછળ મહાદેવ છૂપાયેલા હશે ? द्वात्रिंशता स्नुषाभिस्त्वं, ताराभिरिव रेवती । धिष्ण्यं श्रिता सुते भूयाः, कार्याणां सिद्धियोगकृत् ॥ ३/६२ બત્રીશ પુત્રવધૂઓ સાથે પરિવરેલી, મહેલમાં રહેલી તું પુત્રના વિષયમાં કાર્યોની સફળતા કરનારી થજે. ગૌણાર્થ : તારાઓથી પરિવરેલી રેવતી (નક્ષત્ર) શુક્ર સાથે મળતાં સિદ્ધિયોગ કરનારી થાય છે. અહીં કવિરાજનું જયોતિષ વિષયક ઊંડું જ્ઞાન નજરે ચડે છે. मुनेरप्याकस्येह, दोषज्ञस्यापि दुस्त्यजम् । स लावण्यरसस्नेह-सन्धानं विदधे सुतः ॥ ३/७७ પાપ-દોષના જાણકાર આદ્રક મુનિને પણ કષ્ટથી છોડી શકાય તેવો લાવણ્ય રસભર્યો સ્નેહનો સંયોગ પુત્ર શાલિભદ્ર (મારી સાથે) કર્યો છે. 8282828282828282828282828282828888 II ૬ in
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy