________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
શ્રી ધનપાલ, શ્રી હેમચન્દ્રસૂરિજી, ઉ.શ્રી યશોવિજયજી વગેરે જેવા કેટલાક જૈન કવિઓ પ્રસિદ્ધ જ છે. પણ કેટલાય એવા અપ્રસિદ્ધ મહાન કવિઓ પણ થઇ ગયા છે, જેઓના નામ આપણે બહુ જાણતા નથી.
એવા અપ્રસિદ્ધ એક કવિરાજ છે : મુનિશ્રી ધર્મકુમાર પંડિત. વિક્રમની ૧૪મી સદીના પૂર્વાર્ધમાં થઇ ગયેલા આ કવિવરે “શ્રી શાલિભદ્ર કાવ્ય” નામનો આ અદ્ભુત ગ્રંથ બનાવ્યો છે.
તેઓશ્રી ઉચ્ચ કોટિના વિદ્વાન હતા, એમ એમની આ એક જ કૃતિથી કહી શકાય. દરેક પ્રસંગોમાં, દરેક શ્લોકોમાં કંઇકને કંઇક નવીનતા-દ્વિઅર્થિતા સ્પષ્ટતયા જોવા મળે છે અને એ દ્વારા એમનું વિશાળ જ્ઞાન-ક્ષેત્ર આપણી નજર સમક્ષ આવી ગયા વિના રહેતું નથી. જયોતિષ, મંત્ર, સ્વરોદય શાસ્ત્ર, પૌરાણિક વાતો વગેરે અનેક બાબતો સ્થળે-સ્થળે એમણે પોતાની રચનામાં ગૂંથી લીધી છે. જે વાંચતાં ખરેખર સાનંદ આશ્ચર્ય થાય.
એમની એવી શક્તિને બિરદાવતા આ રહ્યા કેટલાક શ્લોકોના નમૂના : पानीयच्छायालङ्कारी, बहुधान्योपकारकः । ऋजुनिष्पङ्कमार्गश्रीः, स ग्राम: सज्जनायते ॥ १/१५
પાણીમાં પડતા પ્રતિબિંબોના ઘરેણાવાળું, ઘણા ધાન્યની પેદાશથી ઉપકાર કરનારું, સીધા અને ગંદકી વિનાના માગવાળું તે ગામ સજ્જનની જેમ શોભી રહ્યું હતું.
ગૌણાર્થ : પાણીની પ્રભા જેવા ઝળહળતા અલંકારવાળો, મોટા ભાગે પરોપકારી, સરળ નિષ્પાપ જીવનમાર્ગે ચાલનારો તે સજ્જન શોભી રહ્યો છે.
ARRARAUAYA8A82828282828282888
|
૬ ||