________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
દીન-અનાથ વગેરેને દાન આપતા, શિબિકા પર બેઠેલા, સકલ સાંસારિક પદાર્થોમાંથી સ્નેહ તોડનારા, બંને રીતે સકલત્ર (પત્ની સહિત અને જીવોના રક્ષક) મંગળમય ધન્નાએ પ્રભુશ્રી મહાવીરદેવના ચરણોમાં આવી, સંયત મનથી, મોક્ષના ઉપાયરૂપ સંયમ-લક્ષ્મીનો સ્વીકાર કર્યો. || ૭ ||
શાલિભદ્રની દીક્ષા :
ભ. મહાવીરસ્વામી આવ્યા છે અને બનેવી ધન્નાએ દીક્ષા લીધી છે-એવું જાણીને પોતાને હારેલા માનતા શાલિભદ્ર આક્ષેપપૂર્વક માતાને કહ્યું. / ૯ //
જેને ધન્ના જેવો જમાઇ છે અને જે મારી માતા છે, તે તું અત્યંત આકુળ થયેલી સરળ માર્ગમાં પણ કેમ ભ્રમમાં પડેલી છે ? || ૧૦ ||
જેની બેન સુભદ્રાએ અને જેના બનેવી ધન્નાજીએ મોહરાજાની લડાઇમાં આગળ ચાલવાની હિંમત કરી છે, તે હું મારી ઇચ્છાથી પાછળ ચાલવા માટે પણ કેમ તૈયાર ન થાઉં ? || ૧૧ ||.
એક તો પહેલેથી જ આ પુત્ર ઘરમાંથી જવાની ઇચ્છાવાળો (દીક્ષાની ઇચ્છાવાળો) હતો જ, વળી જમાઇ ધશાજીનો સથવારો ઘરમાંથી જ મળી ગયો. હવે પુત્ર શી રીતે રોકી શકાશે? એવો નિર્ણય કરી વજ જેવા વૈર્યથી પોતાના મનને બન્નર યુક્ત બનાવી કુશળતાની નદીના પ્રવાહ સરખી ભદ્રા શ્રેણિક રાજા પાસે ગઇ. // ૧૨ / ૧૭ II.
અને રાજાને વિનંતી કરી : હે દેવ ! દિવ્યલક્ષ્મીનો ભોગવનાર મારો વીરસમ્રાટ પુત્ર શાલિભદ્ર શ્રીમહાવીર સ્વામી પાસે દીક્ષા લેવા ઇચ્છે છે. / ૧૪ //
8A%A88888A YAUAAAAAAAA
||
૬
||