________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
AURORA 8282828282828282828282828282
તેથી રાજય લક્ષ્મીના મંગળમાં સોનાનો મુગટ, પવિત્ર છત્ર, દેવો પણ વિસ્મિત બને છે તેવા ચામરો વગેરે રાજચિહ્નો કૃપાપૂર્વક મને આપવાની મહેરબાની કરો. જેથી હું મારા પુત્રનો સંપૂર્ણ દીક્ષા-મહોત્સવ કરાવી શકું. // ૧૫ || ૧૬ ||.
વજથી પણ ઉગ્ર તેજવાળા તે વચનથી આઘાત પામેલા પર્વત જેવા રાજાએ, શાલિભદ્રના વિયોગના દુ:ખથી પીડાતી ભદ્રજાતીય હાથણી જેવી ભદ્રાને કહ્યું. / ૧૭ ||
ક્યાં શાલિભદ્રના ભોગ-સમુદ્રની ભરતીની તે લીલા ? તેમજ ક્યાં તે સોમ લતા જેવું કોમળ-શરીર ? અને ક્યાં તેની સંયમનો ભાર ઉપાડવાની અદ્દભુત ધીરતા ? || ૧૮ ||
તેની ભોગલક્ષ્મી એટલી વિશાળ કે જ્યાં પર્વત જેવો રાજા પણ તણખલું હતો, ખરેખર તે ભોગલક્ષ્મી તેને ઉગ્ના નદીની જેમ સુખેથી કરી શકાય તેવી બની. || ૧૯ ||.
સંપત્તિનો ત્યાગ અને ઉપભોગ-બંનેથી ઉણા ઉતરેલા અમે લોભીઆ તરીકે જાહેર થયેલા છીએ. જયારે શાલિભદ્ર જ એક ધન્ય પુરુષ છે, જે સંપત્તિનો ભોગ કરવા અને ત્યાગ કરવા સમર્થ છે. || ૨૦ ||
તો હું જાતે જ આવીને શાલિભદ્રનો દીક્ષા મહોત્સવ કરી મારા શ્વાસથી પેદા થયેલી તે ખિન્નતાનું મૂલ્ય ચૂકવું.
ARRARAUAYA8A82828282828282888
આ પ્રમાણે કહી, રાજચિહ્ન સોંપવા દ્વારા આશ્વાસન આપી, પ્રીતિથી વિકસ્વર આંખોવાળી ભદ્રાને મંગળકારી રાજાએ રજા આપી. // ૨૨ //
/ ૪૬ ૪ ||