________________
પ્રક્રમ-૬
પ્રક્રમ - ૬
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
દેવાધિદેવ પ્રભુશ્રી મહાવીરદેવની સામે સાથિયાની શોભાને ધારણ કરતી, ચોખાના પવિત્ર કણ જેવી શાલિભદ્રની પુણ્યશ્રેણિ વિચારો. // ૧ //
શાલિભદ્રની પ્રભુશ્રી વીરના દર્શનની ઇચ્છા જાગતાં જ પ્રભુ આવી પહોંચ્યા. ખરેખર મહાપુરુષોને ઇચ્છા અને પ્રાપ્તિ જાણે સાથે જ જન્મેલા હોય છે. || ૨ ||
ભગવાન પાસે ધન્નાની દીક્ષા :
શ્રીમંતોને પર્યટનાદિથી શોભારૂપ, ગરીબોને લાકડા વગેરે કાપવાથી આજીવિકારૂપ, પૃથ્વી પર કલ્યાણના આભૂષણ સમા વૈભાર પર્વત પર ત્રણ લોકના રત્ન, દેવોથી સેવાયેલા, સંસાર જળથી તરનારા, મહાન પ્રભાવશાળી પ્રભુથી મહાવીરદેવ પધાર્યા. || ૩ | ૪ ||.
જયાંથી મોહ અને દ્રોહ ભાગી છૂટે છે, જે સંસારથી ડરતા પ્રાણીઓને શરણરૂપ છે, જે બાહ્યાન્તર લક્ષ્મીનું ધામ છે, તેવું સમવસરણ દેવોએ બનાવ્યું. || ૫ ||
પાપના પંખીઓને મારવા માટે બાજ જેવા, વિચક્ષણોમાં સમ્રાટ શ્રીધન્નાએ પોતાના મિત્રના કહેવાથી પ્રભુશ્રી મહાવીર દેવનું આગમન જાણ્યું. // ૬ //
82828282828282828282828282828282888