________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ગૌણાર્થ : તું ઉભયપદી ધાતુ છે. તારે પરમૈપદ અને આત્મપદ બંને રૂપો સાચવવાનાં છે. || ૭૮ ||
તારા ધનાઢ્ય થનારા પિતાએ કાશની સોટીની જેમ લક્ષ્મી સાત ક્ષેત્રોમાં વાવી (વાપરી). અને તે શેરડી જેવી બની. (કાશયષ્ટિ સાત વાર વાવવામાં આવે ત્યારે તે શેરડી થઈ જાય છે.) || ૭૯ //
કુળના વનમાં કપૂરના વૃક્ષ સમા સર્વાગ સુંદર ઓ પુત્ર ! તું પણ દાનની સુગંધથી સઘળી દિશાઓ ભરી દે-લોકોની સર્વ આશાઓ પૂરી કરી દે. || ૮૦ ||
જેમ નિંદાત્યાગથી જગત વશ થાય છે સંગીતથી જેમ પૂજા ઉત્તમ ફળ આપે છે. મા-બાપની ભક્તિથી જેમ મહાન ધર્મ થાય છે સંતોષથી જેમ પરમ સુખ મળે છે જેમ આ આપણું સુખ, સુખ આપવાથી વધે છે, તે જ રીતે સમૃદ્ધ શ્રાવકો દાનાદિ ચતુર્વિધ ધર્મની સાધના કરે છે. (અત્યારે સમૃદ્ધિ ધર્મના પ્રભાવથી મળી છે. વળી સમૃદ્ધિની અવસ્થામાં પણ દાનાદિ ધર્મ ચાલુ છે માટે ભાવિમાં પણ સમૃદ્ધિ મળશે.) | ૮૧ || ૮૨ //
સિંહ કિશોર સમા તેં જયારે આપણો કુલ-પર્વત શોભાવ્યો, ત્યારે જ તારા પુણ્યશાળી અને બુદ્ધિશાળી પિતા પણ પોતાનું કાર્ય કરી શક્યા. (અર્થાતુ-તેં જો આ કુળનો ભાર ન સંભાળ્યો હોત તો તારા પિતા પણ દીક્ષા લઇ શક્યા ન હોત. એટલે કુળનો ભાર સંભાળવો એ પણ પુણ્યનું કામ છે.) || ૮૩ //.
પિતાના માર્ગના મુસાફર ઓ વત્સ ! જયાં લક્ષ્મી અને કલ્યાણ સ્થિર થઇને રહેલાં છે, તે કુળને તું પંડિતોને આનંદકારી પુત્રથી અલંકૃત કર. (અર્થાતુ તારે પુત્ર થઇ જાય પછી દીક્ષા લેજે.)
8A%A88888A YAUAAAAAAAA
/ ૪૪૬ ||