________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
હે મા ! તો આ મહાન ધર્મ મને બહુ ગમે છે. આપનો આદેશ મળી જતાં તે મને ‘ગમતું'તું ને વૈદે કીધું' જેવું બનો. || પ૩ /.
ઓ બા ! પુત્ર અબજો ગુણોવાળો હોય, ધર્મયુક્ત કુળમાં શોભારૂપ હોય, ગૌરવથી ઉન્નત હોય તો પણ તેની રખેવાળી કરનાર માતા તો જોઇએ જ.
ગૌણાર્થ : ઓ દેવી ! શશધર્મરૂપ ધનુષ્યને બચાવનાર વાંસ જેના પર શોભારૂપ છે, જે પ્રમાણથી ઊંચો છે, તે આબુ પર્વત પર પણ અધિષ્ઠાયિકા શ્રીમાતા દેવી તો જો ઇએ જ. || ૫૪ ||.
શાલિભદ્ર કહેલી તે ઉદાત્ત વાણી વડે તે જ વખતે રાજી રેડ થયેલી માતા તેને ઊંચા સાદે કહેવા લાગી. | પપ ||
ઓ વત્સ ! તું તે પિતાનો પુત્ર છે, જે ઉત્તમ પુરુષ લીલા આપનારી લક્ષ્મીમાં રહેલા હોવા છતાં વિકાસના તાંતણાથી બંધાયા નહોતા.
ગૌણાર્થ : હાથી, પાણીને ધારણ કરનારી નર્મદા નદીમાં પડેલો હોવા છતાં ગ્રાહ નામના જલજંતુથી પકડાયો નહિ. / પદ //
હે બેટા ! સ્કુરાયમાન તેજવાળું જૈન ધર્મનું તત્ત્વ તારામાં જ રહી શકે, કારણ કે-સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહી શકે છે. || પ૭ //
તારામાં શ્રાવકધર્મરૂપી સૂર્ય ઉદય પામો.
828282828282828282828282828282828282
| $$$
.