________________
श्री
शालिभद्र
महाकाव्यम्
FRERER
(૧) શાસ્ત્રોનો સીધો ઉપદેશ ‘પ્રભુ સમ્મિત’ કહેવાય છે. તેમાં શેઠ નોકરને હુકમ કરે તેમ સીધેસીધી આજ્ઞા ફરમાવેલી હોય છે. (૨) તર્કશાસ્ત્રનો ઉપદેશ ‘મિત્ર સમ્મિત’ કહેવાય છે જેમાં મિત્રની જેમ તર્ક-દલીલ સાથે સમજાવવામાં આવેલું હોય છે. (૩) કાવ્ય શાસ્રનો ઉપદેશ ‘કાન્તા સમ્મિત’ કહેવાય છે. જેમાં પ્રિયાની જેમ નમ્રપણે કહેવામાં આવેલું હોય છે. સિદ્ધાંતની કડવી વાત પણ એ રીતે સમજાવવામાં આવેલી હોય છે, જેથી શ્રોતાને ઉપદેશનો બોજ લાગતો નથી. કાન્તા સમ્મિત ઉપદેશ એટલે જાણે મધના અનુપાન સાથેની કડવી દવા !૯
કાવ્યનું બીજું પ્રયોજન છે : યશ. મૃત્યુ પછી પણ કવિ કીર્તિદેહે અમર થઇ જાય છે. મોટા-મોટા કવિઓ, જેઓ સેંકડો વર્ષ પહેલા આ ધરતી પરથી વિદાય લઇ ચૂક્યા છે, તેમનો યશ આજે પણ ગવાય છે.
આ દુનિયામાં બે જ માણસો ધન્ય છે, બેનો જ યશ સ્થિર છે. એક કાવ્ય બનાવનાર કવિ અને બીજા જેમના પર કાવ્યો રચાય છે તે મહાપુરુષ.
ત્રીજું પ્રયોજન છે : આનંદ. સર્જનનો આનંદ ખરેખર કોઇ અલૌકિક જ હોય છે. બ્રહ્માનંદના આસ્વાદ જેવો હોય છે. કવિ પોતાના આનંદમાં અન્યને પણ સહભાગી બનાવે છે. યશ તો માત્ર કવિને જ મળે, પણ કાવ્યનો આનંદ તો સહૃદયી (કવિના હૃદય સાથે પોતાનું હૃદય જોડી શકે તે) વાંચનારને પણ મળે છે. આથી આ આનંદ જ સર્વ પ્રયોજનોનું ઉપનિષદ્ છે.
.
'.
स्वादुकाव्यरसोन्मिश्रं शास्त्रमप्युपयुञ्जते । प्रथमालीढमधवः पिबन्ति कटुभेषजम् ॥
ते वन्द्यास्ते महात्मानः, तेषां लोके स्थिरं यशः । यैर्निबद्धानि काव्यानि ये वा काव्येषु कीर्तिताः ॥
भामहकृतकाव्यालङ्कारः १ / ११६ भट्ट त्रिविक्रमः
ERERERE K
॥૩॥