________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ભદ્રા બોલી : ઓ નરનાથ ! દેવતાઈ માળા, દેવતાઇ વસ્ત્રો, દેવતાઇ આહાર અને દેવતાઇ વિલેપનોથી ટેવાયેલો આ શાલિભદ્ર માણસોના શ્વાસથી અત્યંત પીડાય છે.
જેમ પ્રજાના નિસાસાથી ભ્રષ્ટ-રાજાનું રાજય, પારકાના નિસાસાથી જેમ સુખ, ભોરિંગ નાગના ફૂંફાડાથી જેમ જીવન અને ઊંચા શ્વાસથી જેમ શરીર દુભાય. | ૧૪૧ / ૧૪૨ ||
હે રાજન્ ! કારણ કે, દેવપણાને પામેલા આના પિતા (ગોભદ્રદેવ) પ્રિયા સહિત આ શાલિભદ્રને દિવ્ય ભોગલક્ષ્મી આપે છે, જેમ કલ્પવૃક્ષ યુગલિકોને દિવ્ય ભોગ-લક્ષ્મી આપે છે. ૧૪૩ છે.
ઓ મહારાજા ! ઓ નરદેવ ! તો લક્ષ્મીના ક્રીડાપાત્ર, કમળ જેવા કોમળ આ શાલિભદ્રને કૃપા કરીને આપ આપના હાથમાંથી છોડી દો.
ગૌણાર્થ: ઓ ઉત્તમ હાથી ! લક્ષ્મીનું ક્રીડાપાત્ર (કમળ), કૃપા કરીને તું તારી સૂંઢમાંથી છોડી દે. ૧૪૪ //
તે પવિત્ર શ્રેણિકથી મુક્ત થયેલો, સુખી, પ્રસિદ્ધ ગુણવાળી, બત્રીશ પત્નીઓ સાથે શાલિભદ્ર ક્ષણવારમાં મંગળમય સાતમા માળે પહોંચી ગયો.
ગૌણાર્થ : પુણ્યકર્મથી મુક્ત થયેલો સુખ સહિત બત્રીશ સિદ્ધ ગુણો સાથે (૩૧ સિદ્ધ ગુણો + ૧ સુખ) તે (જીવ) એ જ સમયે (અહીંથી) સાતમા રાજલોકમાં રહેલા મોક્ષમાં પહોંચી ગયો. || ૧૪૫ //.
હવે ભદ્રા શ્રેણિકને કહે છે : હે સ્વામી ! આપના આગમનથી આપે મારો પુત્ર ધર્મની જેમ પ્રતિષ્ઠિત કર્યો. (પ્રતિષ્ઠા-યુક્ત કર્યો) હવે વિદ્યા જેવી મારી સંપત્તિને દર્શનપૂર્વકના આપના અનુભવથી પવિત્ર કરો.
828282828282828282828282828282828482
/
રૂo ||