________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
વિદ્યાધરીઓ સમી પ્રિયાઓ વડે ચારે બાજુથી પરિવરેલા, કામના અતિદુર્ગમ કિલા સમા શાલિભદ્રને રાજાએ જોયો. || ૧૩૬ /.
શ્રીપર્વત પર જયોતિ દેખાતાં કાપડીઓ (પરિવ્રાજક) જેમ પોતાની નિર્મળતા માને, તેમ રૂપ અને લક્ષ્મીના પર્વત સમા તે શાલિભદ્ર પર પવિત્ર કાંતિનાં દર્શનથી શ્રેણિક રાજાએ પોતાના આત્માની નિર્મળતા માની. // ૧૩૭ //
હવે શાલિ (ડાંગર)ના પાકના ભારથી જાણે નમ્ર થયેલા, પત્ની સહિત શાલિભદ્ર શ્રી શ્રેણિક મહારાજાને પ્રણામ કર્યા. // ૧૩૮ ||
અત્યંત અદભુત, આંખ માટે આરામના સ્થાન સમાં, ઉન્નતિવાળા તે શાલિભદ્રને ભેટીને રાજા શ્રેણિકે આનંદથી ખોળે બેસાડ્યો.
ગૌણાર્થ: અત્યંત અદ્ભુત, આંખ માટે આરામના ધામ, ઉન્નત વાદળને ભેટીને પર્વત પોતાના ઉપરના શિખરે બેસાડ્યો. || ૧૩૯ I.
શાલિભદ્રના સંગથી રાજા પરમ આનંદ પામ્યો અને તેના તાપથી પેલો (શાલિભદ્ર) તો ઝરતા અશ્રુજળવાળો પીગળવા લાગ્યો.
ગૌણાર્થ : વાદળના સંગથી પર્વત પરમ-આનંદ પામ્યો પણ તે (વાદળ) તો તેના તાપથી ઝરતા પાણીવાળો વરસવા લાગ્યો. // ૧૪૦ //
ARRARAUAYA8A82828282828282888