________________
પ્રકમ-૪
शालिभद्र महाकाव्यम्
પાક.
8282828282828282828282828282828282
પરાધીન ભોજન જેવા, બીજાએ આપેલા મુખવાસ જેવા, દેવની મૂર્તિથી ઊતરેલાં ફૂલો જેવા આ ભોગોથી મારે સર્યું ! / ૧૨૯ //
કલિંગ દેશના કરકંડુ રાજાનો વૈરાગ્ય તો ઘરડા બળદ પર ચડેલો હતો. પરંતુ શાલિભદ્રનો વૈરાગ્ય તો સજ્જ થયેલા સુભટની જેમ હાથી સમા શ્રેણિક રાજા પર ચડ્યો. | ૧૩૦ ||
પાંચાલ દેશના દ્વિમુખ મહારાજા તો (પતિત ઇન્દ્ર જેવા) પડેલા ઇન્દ્રધ્વજને જોઇ વૈરાગ્ય પામ્યા, પરંતુ આ શાલિભદ્ર તો વિકસ્વર આનંદની સુગંધવાળા ઉંચે રહેલા શ્રેણિક રાજાને જોઇ વૈરાગ્ય પામ્યો. || ૧૩૧ ||
નમિ રાજર્ષિનો પરિમિત વૈરાગ્ય તો બંગડીના વાંકા માર્ગે થઇને આવ્યો. . પરંતુ શાલિભદ્રનો વૈરાગ્ય તો રાજમાર્ગ સમા શ્રેણિક દ્વારા આવ્યો. || ૧૩૨ ||
નગતિ રાજાની વૈરાગ્ય-કોયલ તો આંબાના ઝાડને પામીને મત્ત બની હતી, પરંતુ સિંહ સમાં શાલિભદ્રનો વૈરાગ્ય તો પર્વત સમા શ્રેણિક રાજાને પામી દીપ્ત થયો (સિંહ પર્વતમાં પોતાની ગર્જનાઓના પડઘા સાંભળી ઉન્મત્ત થતો હોય છે.) || ૧૩૩ ||
શુદ્ધ સમ્યક્ત્વી જેમ માતા વગેરે વડીલોના દબાણથી જ અપ્રિય મિથ્યાત્વીનાં દર્શન કરે, તેમ તેણે માતાના આગ્રહથી જ રાજાના દર્શન માન્ય કર્યા. || ૧૩૪ //
શાલિભદ્ર - શ્રેણિક મિલન :
વિશ્વને આનંદકારી સંગીતનો સૂર જેમ સાતમા સ્વરથી ચોથા સ્વરમાં આવે, તેમ જગતજનને આનંદકારી શાલિભદ્ર તરત જ સાતમા માળથી ચોથા માળે આવ્યો. (જયાં શ્રેણિક આવેલા હતા.) || ૧૩૫ //
82828282828282828282828282828282888
૨૦ ||