________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
BACA SUR 8282828282828282828282828282
ગૌણાર્થ : હે સ્વામી ! સુસિદ્ધાંતથી આપે જૈન ધર્મ પ્રતિષ્ઠિત કર્યો, હવે આત્માનુભવ કરાવવા દ્વારા વિદ્યા પવિત્ર કરો. || ૧૪૬ /
આ પ્રમાણે વિભૂતિ જોવા ઉત્સુક થયેલા રાજાને પણ ભદ્રા (ભાદરણ (?) નદી) નદી જેવી ભદ્રા, હર્ષાવેશથી ઊંચા-નીચા વચનના તરંગોના પૂરથી રોકતી હતી. || ૧૪૭ ||.
અંગ-ઉપાંગ વગેરે આગમોને જાણનાર ગીતાર્થ મુનિઓ જેમ ગચ્છની ચાર પ્રકારે (અશનપાન-વસ્ત્ર-પાત્ર) સંભાળ કરે, તેમ શરીરના અંગોપાંગ જાણનાર માલિશ કરનારા માણસોએ, પરિણામમાં મનોહર, કાનને ખુશ કરનારા વચનોની જેમ દર્શનમાં આનંદકારી લક્ષપાક તેલ દ્વારા રાજાની ચાર પ્રકારે (રામ, ચામડી, માંસ અને હાડકાં પર) માલિશ કરી. / ૧૪૮ // ૧૪૯ //
પરમાર્થના ઉપદેશથી (મુનિઓ) જેમ પૂર્વના રાગને દૂર કરે, તેમ તે માલિશ કરનારાઓએ સ્નાનયોગ્ય ગંધવાસથી તેલની ચિકાશ દૂર કરી. || ૧૫૦ ||
હીરા-સોનાના સ્નાન-પીઠ પર કળશો દ્વારા ગંગા-જમનાના બે પ્રકારનાં તથા પુષ્પોદક-ગંધોદક-શુદ્ધોદક-એમ ત્રણ પ્રકારના પાણીથી રાજાને તેઓએ નવડાવ્યો. || ૧૫૧ //
શ્રેણિકની વીંટી કૂવામાં :
ક્રોધથી ધમધમતી ઉદ્ધત સ્ત્રી કુવામાં પડે, તેમ તે વખતે સ્નાન કરતા રાજાની વીંટી એકદમ કુવામાં પડી. // ૧પ૨ ||
82828282828282828282828282828282888
//
રૂ
II