________________
પ્રકમ-૪
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
જેઓના પુણ્યને માપવામાં બ્રહ્મા પણ ઢીલાશ અનુભવે, તે આનંદના ધામ સમી સ્ત્રીઓ શાલિભદ્રની પત્નીઓ તરીકે રહેલી છે. || ૭૮ ||
ન્યાય આપવામાં ઊંડા ક્ષીર સાગર સમા આપની સુંદર રાજયલક્ષ્મી, અગણિત ભોગો ભોગવનારા આ લક્ષ્મીપતિ શાલિભદ્ર શ્રેષ્ઠીએ પ્રગટ કરી છે.
ગૌણાર્થ : મર્યાદાવાળા ઊંડા ક્ષીર સમુદ્રની સંપત્તિ શેષનાગ પર સૂઇ રહેનારા ઓલા વિષ્ણુએ પ્રગટ કરી છે. || ૭૯ |
આ પ્રમાણે પ્રેમરૂપી સાળના બળથી ચેલ્લણા દેવીની વાણી ચતુરાઇરૂપી તુરી (વણકરનું સાધન) એ શાલિભદ્રના ગુણરૂપી સૂતર વડે રાજાના મનમાં જાણે ઉજજવળ વસ્ત્ર વધ્યું. આશ્ચર્ય છે ને ? | ૮૦ ||
‘ભાવતું'તું ને વૈદે કીધું” એમ માનતો કુતુહલથી ઉત્સુક થયેલો પ્રતિહાર શ્રેણિક મહારાજાના હુકમથી ફરી શાલિભદ્રના ઘરે ગયો. || ૮૧ છે.
તે પ્રતિહારે શાલિભદ્રને જોવા રાજા ઝંખે છે-એમ જયારે આમંત્રણ આપ્યું ત્યારે માતા ભદ્રાએ શ્રેણિક પાસે આવી આ સાચી વાત કહી. // ૮૨ //.
તીર્થકરોના કલ્યાણકોમાં પણ જેમ દેવોનું મૂળ વૈક્રિય શરીર દેવલોકમાંથી બહાર નીકળતું નથી, અથવા જેમ વરઘોડા વગેરેમાં દેરાસરમાંથી મુળનાયકની પ્રતિમા બહાર નીકળતી નથી, તેમ સર્વને હિતકારી પણ ધર્મ આર્યદેશમાંથી બહાર નીકળતો નથી, તેમ સુકુમાર દેહવાળો કુમાર શાલિભદ્ર ઊંચા મહેલની ટોચ પરથી કદી પણ બાજુના બગીચામાં પણ ક્રીડા કરતો નથી. || ૮૩ // ૮૪ || ૮૫ //
82828282828282828282828282828282888
|
૨
||