________________
श्री
शालिभद्र
महाकाव्यम्
FRERER
મારો પુત્ર શાલિભદ્ર સાક્ષાત્ દેવ જ છે. તેને મહેન્દ્ર પર્વત જેવી ઊંચી શય્યા પર રહેલી અને નવીન કાવ્યસ્તુતિઓની ચમકવાળી બત્રીશ પત્નીઓ છે. || ૬૪ ||
શ્રૃંગારપ્રધાન તે સ્ત્રીઓના સુકોમળ પગના સ્થાને મેં આ રત્નકંબલો વિભાગ કરીને અલંકારોની જેમ મૂક્યા છે. ગૌણાર્થ : શ્રૃંગારરસપ્રધાન તે કાવ્યસ્તુતિઓના સુકોમળ શબ્દાત્મક પદોના સ્થાને વિભાગપૂર્વક શ્લેષાલંકાર વગેરે કાવ્યના અલંકારો મૂક્યા છે. ॥ ૬૫ ||
પરંતુ જૂના સેંકડો રત્નકંબલો અમારી પાસે છે. જો રાજાને કામ લાગે તેવા હોય તો જણાવો. || ૬૬ || આ ભદ્રાનો એ પુત્ર કેવો હશે ? એની પત્નીઓ કેવી હશે ? આવી વિચારણાથી આશ્ચર્યમાં ડૂબેલા પ્રતિહારીએ આવીને રાજાને જણાવ્યું. ॥ ૬૭ ||
સમુદ્રની ભરતી જેવા તે શેઠની સમૃદ્ધિના વિલાસમાં દેવોનો રાજા પણ ડૂબી જાય તો ખૂબ જ નાના બીજા રાજાઓની વાત જ શી ?
ગૌણાર્થ : સમુદ્રની ભરતીમાં મહેન્દ્ર પર્વત પણ ડૂબી જાય તો ઘણા નાના બીજા પર્વતોની વાત જ શી ? || ૬૮ ||
‘પ્રભંગિરા’ નામની દેવીના મહામંત્રના માંડલાનો ઉદ્ધાર કરવામાં આ શાલિભદ્રની માતા ભદ્રા મંત્રવેત્તાઓમાં મુખ્ય છે. તેણીએ મૂળ મંત્રના પરિવારમાં ગૂઢ-અક્ષરની કાંતિ સમાન પુત્રવધૂઓને રત્નકંબલરૂપી કેવડાના પાનના ટૂકડાઓથી પૂજી. ॥ ૬૯ || ૭૦ ||
| T2
SERERERER
પ્રક્રમ-૪
॥ ૪૬ ॥