________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ગૌણાર્થ : પૃથ્વીની કામધેનુએ પોતાના દૂધ-દહીં આદિ રસોથી વેપારીઓનો તાપ દૂર કર્યો. // ર૬ //
ભદ્રાએ જયારે રત્નકંબલોના મૂલ્યનો પ્રશ્ન પ્રસ્તુત કર્યો ત્યારે તેમણે શ્રેણિક મહારાજા સાથે થયેલી મોટી ચર્ચા કહી સંભળાવી. || ૨૭ //.
ભદ્રા બોલી : હે ભદ્રલોકો ! બત્રીશ રત્નકંબલ મળે તો મારા મનને તૃપ્તિ થાય. જેમ માણસને બત્રીશ કોળીઆથી તૃપ્તિ થાય. || ૨૮ ||
અક્ષરોના ઉચ્ચારસ્થાનો જેમ આઠ છે. ભદ્રાસન વગેરે મંગલ જેમ આઠ છે, તેમ અમારી પાસે રત્નકંબલ આઠ છે, એમ તેઓ બોલ્યા. || ૨૯ //
વીરમાતા ભદ્રાએ તે આઠેય રત્નકંબલોને વીરની જેમ ખરીદીને દાનવીર શાલિભદ્રની પત્નીઓના પગ-લુછણા કર્યા. || ૩૦ || ' શબ્દ વગેરે પાંચેય વિષયોમાં ચડિયાતી શાલિભદ્રની પત્નીઓએ માત્ર સારા સ્પર્શવાળા રત્નકંબલોને નીચે પગમાં મૂક્યા તે યોગ્ય જ છે. (કારણ કે શાલિભદ્રની પત્નીઓ પાંચેય વિષયોમાં ઉત્કૃષ્ટ છે.) || ૩૧ ||
ઠંડીથી ઠૂંઠવાઈ ગયેલા લોકોની ઠંડી ઊડાડવાથી અને દેવપૂજામાં ધોતીયું બનવાથી કામળાઓએ જે પુણ્ય પ્રાપ્ત કર્યું, તે અગણિત પુણ્યથી પોતાની જાત (કામળા)માં રત્નતા (શ્રેષ્ઠતા) પ્રાપ્ત કરીને તે રત્નકંબલોએ જાણે શાલિભદ્રની પત્નીઓની ચરણ-સેવા પ્રાપ્ત કરી. || ૩૨ || ૩૩ .
8282828282828282828282828282828888
|
$$$ |