SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૪ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ત્યાર પછી તે મહામૂલા રત્નકંબલો વેપારીઓએ રાજાને બતાવ્યા. જેમ કવિઓ પોતાના ગ્રંથો વિદ્વાનને બતાવે. | ૧૨ / ૧૭ || ૧૪ ||. રત્નકંબલ જોઈ તરત જ ન્યાયનો સાગર રાજા બોલ્યો : ઓ ચતુર પુરુષો ! આ રત્નકંબલોની પ્રત્યક્ષ કોઇ પરીક્ષા પણ થઇ શકે ? || ૧૫ // વેપારીઓ બોલ્યા : મહા મહિનાની રાતે આ રત્નકંબલથી આલિંગિત થયેલો ઘીનો ઘોડો પણ ઓગળી જાય, જેમ ચક્રવર્તીની પટરાણી (સ્ત્રીરત્ન)થી લોઢાનો પૂતળો ઓગળી જાય. || ૧૬ // યુક્તિપૂર્વક રાખેલા આ રત્નકંબલથી ભયંકર ઊનાળામાં ધોમધખતા બપોરે ઘીનો ઘડો થીજી જાય. જેમ સિદ્ધકલ્ક (?) થી રસ થીજી જાય. / ૧૭ || આ રત્નકંબલ પુણ્યશાળીઓને ભોગ સુખોની વૃદ્ધિ માટે થાય છે. જેમ ભૂકુટિની વચ્ચેના આવર્તમાં રહેલું, ઊન જેવા રૂંવાટાવાળું લક્ષણ ભોગ-વૃદ્ધિ માટે થાય. || ૧૮ || ‘આ રત્નકંબલોની શું કિંમત છે ?' એમ રાજાએ પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા : હે રાજન્ ! આની ઓછામાં ઓછી કિંમત એક લાખ સોનામહોર જાણકારો કહે છે. જે ૧૯ //. આ પ્રમાણે તેમની વાત સાંભળીને વિસ્મિત મનવાળો રાજા વેપારીઓને કહેવા લાગ્યો : તમે મારો વિચાર સાંભળો. || ૨૦ || 828282828282828282828282828282828282
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy