________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
નેપાળના વેપારીઓ શ્રેણિક પાસે :
પુષ્કળ ધન મળશે–એવી આશાથી ઉત્સુક બનેલા તે વેપારીઓ સૌ પ્રથમ ગણપતિ જેવા શ્રીશ્રેણિક મહારાજા પાસે આવ્યા. (લોકો વિદનનાશ માટે સૌ પ્રથમ ગણપતિને નમતા હોય છે.) || ૬ ||
રાજાએ તેમને પૂછયું : ભાગ્યશાળીઓ ! દાનચોરી વિના લાવેલ કરિયાણાવાળા, સ્વાધીન તમે લોકો ક્યાંના નિવાસી છો ? (અહીં ક્યાંથી આવેલા છો ?) || ૭ ||.
તે વેપારી મહાશયોએ પણ પ્રિય વર્તનથી જ જવાબ આપ્યો. કારણ કે વેપારીઓ મધુર વ્યવહારથી જ નિર્મળ લક્ષ્મી પ્રાપ્ત કરતા હોય છે. || ૮ ||
હે રાજન ! દેશોમાં મુખ્ય નેપાળ નામનો દેશ છે. જયાં પર્વતોના શિખરો પર કસ્તુરી પડે છે. જેમ રાજાઓના મસ્તક પર સેનાની રજ પડે. || ૯ //.
જેના સૈન્ય જેવા વિશાળ ચળકતા રત્નકંબલો વડે (કિંમત સાંભળીને) પ્રતાપી રાજાઓના પણ મસ્તક ધ્રુજી ઊઠે છે. જેમ વિશાળ સૈન્યથી ધ્રુજી ઊઠે. || ૧૦ ||
અમે તે નેપાળ દેશથી આવ્યા છીએ. હે સ્વામી ! ન્યાયના સાગર સમા આપને એ રત્ન જેવા રત્નકંબલો મળો. / ૧૧ |
તે રત્નકંબલો શિયાળામાં હૂંફ આપનારા છે. જાણે દુ:ખોના આગમનમાં હૂંફ આપનારા છે. તે ઊનાળામાં અતિઠંડક આપનારા છે. જાણે સંપત્તિના સમાગમમાં ઠંડક આપનારા છે. વળી તે શિરીષના ફૂલ જેવા કોમળ, કદી પણ બગડે નહિ તેવા અને મહાત્માઓના મન જેવા અતિવિશાળ છે.
ARRARAUAYA8A82828282828282888
// ૬૬૬