________________
श्री
शालिभद्र
महाकाव्यम्
FRERERE
પ્રક્રમ - ૪
હવે રાજવૈદની વિચારણાથી શ્રીશાલિભદ્રના ભોગ સુખોના રસ, શક્તિ અને ફળો છૂપાવ્યા વિના કહેવામાં
આવે છે.
ગૌણાર્થ : હવે વૈદરાજની વિચારણાથી ચોખાના ભોજનના રસ-વીર્ય અને વિપાક છૂપાવ્યા વિના કહેવામાં આવે છે. ॥ ૧ ॥
દેવ મંદિરોની ઊંચાઇથી પર્વતોને પણ હીન કરતું તે જ રાજગૃહ નગર તે વખતે પૃથ્વી પર ઝળહળતા તેજથી શોભી રહ્યું હતું. ॥ ૨ ॥
જ્યાંનો માનવ-સમુદાય ધર્મ-અર્થ અને કામના ઉપાર્જનમાં મશગૂલ હતો, તે રાજગૃહ નગરને વિહારાદિ દ્વારા શ્રીવીરપ્રભુએ સર્વ નગરોમાં મુખ્યતા આપી. જેમ ચારેય ગતિમાં માનવ-ભવને મુખ્યતા આપી. ॥ ૩ ॥ અને ત્યારે માણસોની અદમ્ય ઝંખનાથી, નેપાળ વગેરે સર્વ દેશોમાંથી સર્વ મુખ્ય વસ્તુઓ આવતી હતી. ॥ ૪ ॥
હવે ત્યાં દેશાંતરથી, પવિત્ર કરિયાણાવાળા વેપારીઓ આવ્યા. જેમ ભવાંતરથી પુણ્યશાળી જીવ સારા કુળમાં આવે. ॥ ૫ ॥
|FRERERE
પ્રક્રમ-૪
॥ ૪૦ ||