________________
પ્રકમ-૩
शालिभद्र महाकाव्यम्
૪૮૪૪8 | 8282828282828282828282828282
ગૌણાર્થઃ આગથી ભરેલી, ધખધખતી બત્રીશ સગડીઓ જેની પાસે છે તે શાલિભદ્રને ઠંડી શું કરે ? || ૧૫ર ||
રાજાને જેમ સંધી વગેરે છયે ગુણો, કવિને જેમ સંસ્કૃત વગેરે છ ભાષાઓ, પ્રખર વાદીને જેમ આહત વગેરે છયે તર્ક શાસ્ત્રો, પ્રબળ જઠરાગ્નિવાળાને જેમ મધુર વગેરે છયે રસો, કંડલીના લગ્ન સ્થાનને જેમ ગૃહ વગેરે છયે વસ્તુઓ, મુનિને જેમ છયે વ્રતો (રાત્રિભોજન સહિત) સુખકારી બને તેમ પુણ્યશાળી આ શાલિભદ્રને છયે ઋતુઓ સુખકારી બની. || ૧૫૩ || ૧૫૪ ||
રત્નોના પ્રકાશથી મનોહર, દેવ-વિમાન જેવા ઊજળા મહેલની અગાશીના આંગણામાં સાક્ષાતુ, દેવાંગનાઓ જેવી પ્રિયાઓથી પરિવરેલો દેવ જેવો શ્રીશાલિભદ્ર, ગાઢ અને અતિ અદ્દભુત આનંદ અનુભવી રહ્યો. શાલિભદ્રનો આનંદ.....
.................. દેવનો આનંદ સંરંભથી પ્રવર્તિત થયેલા નાટકો દ્વારા ............ રંભા નામની અપ્સરાથી પ્રવર્તિત નાટકો વડે પ્રગટ થયેલો અને
પ્રગટ થયેલો અને લક્ષ્મીપતિ શેઠીયાઓથી અધિષ્ઠિત ................ શ્રીઇન્દ્ર મહારાજાથી અધિષ્ઠિત. || ૧૫૫ //.
માનવોનું સુખ પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબ જેવું ચંચળ હોય છે. દેવોનું સુખ અરતિથી કલુષિત અને ચિત્ર જેવું હોય છે. (ચિત્રના લાડવા જોવામાં સારા લાગે, પણ તેનાથી કાંઇ પેટ ન ભરાય, તેમ દેવોનું સુખ દેખાવમાં સારું, પણ વાસ્તવમાં તૃપ્તિ કરનારું હોતું નથી.) પરંતુ શ્રી શાલિભદ્રના વિલાસનું સુખ તો સાચે જ ચિંતાની પરંપરારૂપ તાંતણાઓની જાળની ઘટનાથી અતીત, અત્યંત ભયવિહોણું વિશાળ અને નિર્મળ હતું. || ૧પ૬ ||
ત્રીજો પ્રક્રમ સંપૂર્ણ ||
ARRARAUAYA8A82828282828282888
|| go? |