________________
श्री
शालिभद्र महाकाव्यम्
FRERERE
બંનેમાંથી કોઇનું વર્ણન ખોટું ન હતું, પણ નાના પુત્રનું વર્ણન કાવ્યમય હતું. મધુરતાથી ભર્યું-ભર્યું હતું. પિતાને લાગ્યું : આ જ પુત્ર મારો અધૂરો કાવ્યગ્રંથ પૂર્ણ કરશે અને કાદંબરીને પૂર્ણ કરવાની જવાબદારી નાના પુત્ર (મયુર) પર સોંપીને પિતાએ શાંતિથી અંતિમ શ્વાસ લીધો.
આ કામ છે કવિનું ! સામાન્ય વસ્તુને પણ પોતાની વર્ણન-શક્તિથી અસામાન્ય બનાવી દે. તે નીરસને પણ રસપૂર્ણ, રણને પણ વૃંદાવન અને પાનખરને પણ વસંત બનાવી દે !
કવિ વસંત ઋતુ જેવો છે. વસંત આવતાં જ જેમ ધરતીનું વાતાવરણ સંપૂર્ણ બદલાઇ જાય છે, તેમ કવિ જે પદાર્થનું વર્ણન કરવા બેસે છે, તેને સંપૂર્ણતયા બદલાવી નાખે છે. સૌંદર્યમંડિત બનાવી દે છે. તે પોતાના કાવ્ય દ્વારા દુ:ખ દર્દથી બેચેન બનેલા માનવીને તેના દર્દો પણ ભૂલાવી દે છે. કોઇએ કહ્યું છે :
આ આખી દુનિયા દુ:ખ અને દર્દથી આકુલ-વ્યાકુલ છે. અહીં તૂટેલા સ્વપ્રો છે. ભાંગીને ભૂક્કો થઇ ગયેલા મનોરથો છે. ખંડીએર થઇ ગયેલા આશાના મિનારાઓ છે. હૃદયમાં ઘૂંટાઇ-ઘૂંટાઇને ઘટ્ટ થયેલી પીડા છે. એકેએક માણસ દુ:ખ અને દર્દથી બેચેન છે. આવા માણસને આનંદ જોઇએ છે. ઓ કવિરાજ ! તમે એકવાર સ્વર્ગમાં જાવ. ત્યાંથી અમૃત કુંભ લઇ આવો અને દુઃખી માણસો પર અમૃતનો છંટકાવ કરો.
કવિનું સ્વર્ગ એની કલ્પના સૃષ્ટિ છે. તે ત્યાંથી એવા-એવા કાવ્યામૃતના કુંભો લાવે છે, જે વાંચતાં સહૃદયી વાચક પોતાના દુઃખ દર્દને ભૂલી કોઇ આનંદપૂર્ણ સૃષ્ટિ પર ઉડ્ડયન કરવા લાગે છે.
અહો ! ાદનું વિત્વમ્ !
CRERERERE
॥ ૩ ॥