________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
શાલિભદ્રને અનુકૂળ છયે ઋતુ :
કલ્પવૃક્ષની માળા વડે જેનું ર્તિલું શરીર લક્ષ્મીના નિવાસસમું હતું, તે નંદનવનશા ભદ્રાપુત્ર શાલિભદ્રને વસંત વગેરે છએ ઋતુઓ સેવવા લાગી. || ૧૨૧ //
દુનિયાનો જીતનારી કામ પણ શાલિભદ્રના રૂપથી હારી ગયો છે. આથી તેણે શાલિભદ્ર પર સારી રીતે શરસંધાન (તાકીને બાણ મૂકવા) કરવાની પ્રતિજ્ઞાથી પોતાનો મિત્ર ચૈત્ર માસ (વસંત ઋતુ) મોકલ્યો. // ૧૨૨ //.
વસંત ઋતુનું વર્ણન :
મલયાચલનો પવન, ઉત્કટ દુર્ગધને દૂર કરનારી સુગંધની કળાથી દિગંતોને પણ સુગંધથી ખૂબ જ ભરી દેતો હતો. / ૧૨૩ //.
સ્વર-સંચારનો જાણકાર, અનુકૂળ શ્વાસથી સુગંધી, નાસિકાના એક બીજા છિદ્રોમાં સ્થાપિત થતા શ્વાસથી સ્ત્રીઓને તે વશ કરતો હતો. (નાસિકાના ડાબા કે જમણા - જે છિદ્રમાં શ્વાસ ચાલતો હોય તે બાજુ રાખવામાં આવેલી સ્ત્રીઓ વશ થાય છે-એમ સ્વરોદયશાસ્ત્રીઓ કહે છે.)
ગૌણાર્થ : હંસ (સૂર્ય કે હંસ)ના સંચારની જાણ, દક્ષિણ દિશાના (મલયાચલના) પવન વડે સુગંધી વસંત ઋતુ સ્ત્રીઓને વશ કરતી હતી. // ૧૨૪ છે.
ફૂંફાડા મારતા સાપ જેવી વસંત ઋતુ શાલિભદ્રના શ્વાસથી મિશ્રિત પોતાના મલયાચલના પવનરૂપી શ્વાસો વડે મુસાફરોને વ્યાકુળ કરતી હતી. // ૧૨૫ //
828282828282828282828282828282828282
I go
|