________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
પુણ્યશાળી શ્રીશાલિભદ્રની ત્રણેય લોકની સ્ત્રીઓમાં તિલક સમાન બનેલી અતિશય શોભાવાળી વિશાળ આંખોવાળી બત્રીશ સ્ત્રીઓ શોભતી હતી.
તે બત્રીશ પત્નીઓ એટલે...
જાણે બત્રીસ લક્ષણોની આવેલી પ્રત્યક્ષ દેવીઓ ! જાણે મિથુન રાશિમાં સૂર્ય ચાલતો હોય ત્યારના દિવસની બત્રીશ ઘડીઓ ! જાણે શાલિભદ્રના અરૂપી, સમાન સ્થિતિવાળા પુણ્યના બત્રીશ વિજય ! જાણે સમાન સ્થિતિવાળા મહાવિદેહ ક્ષેત્રના બત્રીશ વિજયો ! જાણે પ્રેમ નાટકમાં રસ પેદા કરનારા બત્રીશ પાત્રો ! જાણે કામદેવરૂપી સુભટના બત્રીશ ભાલા ! જાણે બત્રીશ ગુણોની વેલડીઓ ! જાણે ભરત ક્ષેત્રના બત્રીસ હજાર દેશોમાંથી લવાયેલી લક્ષ્મીઓ ! જાણે સૌધર્મ દેવલોકના બત્રીસ લાખ વિમાનોની બત્રીશ સુખની વાનગીઓ ! જાણે બત્રીશ કોળીઆ કે બત્રીશ વાનગીઓના પુરુષના પૂર્ણ આહારનાં ફળો ! // ૧૧૩ // ૧૧૪ / ૧૧૫ / ૧૧૬ / ૧૧૭ ||
મહામુનિમાં જેમ ધૃતિ અને મતિ, વાદીમાં જેમ ઉક્તિ (વચન ચાતુરી) અને યુક્તિ, મંત્રીમાં જેમ બુદ્ધિ અને સિદ્ધિ, યોગીમાં જેમ ભુક્તિ (નિજાનંદનો ભોગ) અને મુક્તિ, મેરુ પર જેમ સૂર્ય અને ચંદ્ર, લવણ મહાસાગરમાં જેમ ગંગા અને સિંધુ, વૈતાઢચ પર્વતમાં જેમ ઉત્તર અને દક્ષિણ શ્રેણિ, ચોમાસાના પહેલા વરસાદમાં જેમ પૃથ્વીને હિતકારી વીજળી અને વરસાદ આવે તેમ જગતમાં ઉત્તમ આ શાલિભદ્રમાં દેવ અને માનવની લક્ષ્મીઓ આવી. | ૧૧૮ || ૧૧૯ || ૧૨૦ ||
8A%A88888A YAUAAAAAAAA
/ ૪૦ ||