________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ભવનપતિ દેવો આસુરી ભાવના ધારણ કરે છે તેથી તે દેવોને નરકના પાડોશી અને શાલિભદ્રથી નીચે (રત્નપ્રભા પૃથ્વીમાં) બે ભાગે બેંચી નાખવામાં આવ્યા. // ૧૦૫ //
બિચારા વ્યંતરોને તો પંખી જેવું જીવન મળ્યું છે. જેઓ જન્મસ્થાનથી બીજી જગ્યાએ ભમ્યા (ઉડ્યા) કરે છે. અને જેઓ કરંબો વગેરેના લાભમાં લોલુપ મનવાળા (જવ-રાયણ વગેરેની પ્રાપ્તિમાં લોલુપ પંખીઓ) છે. || ૧૦૬ ||
સૂર્ય-ચંદ્રાદિ જયોતિષી દેવો તો સેવક જેવા છે. નિશ્ચિત આગમન-નિર્ગમનવાળા અને બાળ, વૃદ્ધ, ઉદય, અસ્ત વગેરે વચનોથી (ગર અસ્તનો છે. શનિ વૃદ્ધ છે-વગેરે વચનોથી) વિડંબના પામેલા છે. || ૧૦૭ ||
વૈમાનિક દેવો પણ સ્વામી-સેવકે ભાવથી પરાધીન છે અને વિષાદ-ઇર્ષ્યા વગેરે આંતર-શલ્યોથી દુઃખી છે. // ૧૦૮ ||
અરિહંત ભગવંતોના કલ્યાણકોમાં પણ નહિ આવતા હોવાથી કલ્પાતીત ગવેયક-અનુત્તર) દેવો તો નહિ જેવા છે. તેથી ભવનપતિ, વ્યંતર, જયોતિષી, વૈમાનિક, કલ્પાતીત દેવોથી પણ આ ધર્માર્થકામમય શાલિભદ્ર અધિક પુણ્યવાન છે. || ૧૦૯ |
પહેલાં કદી નહિ જોયેલું, ૧ પહેલા કદી નહી સાંભળેલું, ૨ બીજાઓએ (સંગમ સિવાય) નહિ કરેલું (દેવે લાવેલું સુખ), ૩ પહેલા નહી વિચારાયેલું, ૪ સર્વ રીતે સુંદર, ૫ સંપૂર્ણ, ૬ અદ્વિતીય, ૭ અખંડિત, ૮ સ્પર્ધા વગરનું, ૯ માયા વગરનું, ૧૦ ગર્વ વગરનું, ૧૧ પશ્ચાત્તાપ વગરનું, ૧૨ સ્થાનથી ઉંચે, ૧૩ પોતાના વંશમાં મહાન, ૧૪ ધનની સંભાવનાથી અધિક, ૧૫ સંતોષ પોષક ૧૬ - આ સોળ ગુણવાળું દાન (સંગમના ભવમાં) આપ્યું આથી તે શાલિભદ્ર સુખ પણ તેવું જ સોળ ગુણોવાળું પામ્યો. કારણ કે કાર્ય હમેશાં કારણને અનુરૂપ હોય છે. (અહીં દાન એ કારણ છે. સુખ એ કાર્ય છે.) || ૧૧૦ || ૧૧૧ || ૧૧૨ //
ARRARAUAYA8A82828282828282888
I go ||