________________
श्री
शालिभद्र महाकाव्यम्
FRERERE
શાલિભદ્રનો અદ્ભુત વૈભવ :
ગોભદ્ર શેઠે આપેલી દિવ્ય ભોગ-સામગ્રી વડે રૂપથી કામદેવના ગર્વનું ખંડન કરતો શાલિભદ્ર શોભી રહ્યો હતો. જાણે સાક્ષાત્ રસાધિરાજ શ્રીશ્રૃંગારસ શોભી રહ્યો હતો ! ॥ ૯૯ ॥
દેવો જે જીવન પર્યંત તેનો તે જ શ્રૃંગાર (આભૂષણ વગેરે) પહેરી રાખે છે, તે તો પીસાયેલાને પીસવા જેવું યા ચવાયેલાને ચાવવા જેવું છે. | ૧૦૦ ||
વિદ્વાન વક્તા જેમ નવા પદાર્થોને રજૂ કરે, મહાન કવિ જેમ નૂતન કાવ્યનું સર્જન કરે, તેમ દરરોજ સવારે
તે નવા-નવા શણગાર સજતો હતો. ॥ ૧૦૧ ॥
ગામડિયા લોકો મોંમાંથી ઘણા વખત સુધી પાનના ડૂચા ન છોડે તેમ દેવો ઊજળા વસ્ત્રો અને અમ્લાન પુષ્પમાળા લાંબા કાળ સુધી છોડતા નથી. ॥ ૧૦૨ ||
વિકસ્વર, પૃથ્વીજન્ય, ગોભદ્રદેવે મોકલેલા ફૂલોનો સમૂહ તેનો સમાગમ હંમેશ માટે પામી શક્યો નહિ. (બીજા દિવસે તે ફેંકી દેવાતા હતા.) તેનું આટલું ભાગ્ય ક્યાંથી ?
ગૌણાર્થ : વિદ્વાન શ્રેણિક રાજા પણ તેના શરીરનો સ્પર્શ લાંબા કાળ સુધી પામી શક્યો નહિ. (ખોળામાં બેઠેલો શાલિભદ્ર મ્યાન થઇ જતાં તરત જ શ્રેણિક રાજાએ તેને છોડી દેવો પડેલો) તેનું આટલું પુણ્ય ક્યાંથી ? ॥ ૧૦૩ ॥
દેવોને પણ કરવા લાયક કાર્યોમાં પહેલાં અવધિજ્ઞાનથી મન જોડવું પડે છે. (પછી જ તેમને પદાર્થો મળે છે.) તે શાલિભદ્રને તો દરેક પદાર્થો સ્વયં સિદ્ધ છે, વિચારણા વિના જ મળી જનારા છે. તેથી દેવોથી પણ તે અધિક પુણ્યશાળી ગણાય. || ૧૦૪ ||
| ERERERERY
પ્રક્રમ-૩
|‰‰ |