________________
श्री
शालिभद्र
महाकाव्यम्
&K$
ગૌણાર્થ : રસાતળે જતી પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં વરાહાવતાર સ્વરૂપ, ન્યાયનો જન્મ આપનાર આ વિષ્ણુથી મને મહામૂલું મોતી મળ્યું છે. ॥ ૭૮ ।
શ્રીવીર પ્રભુનું શરણું લેવા ઇચ્છતો, કર્મ સંગ્રામ ખેલવામાં શૂરો હું, તે વખતે સંસાર-વાસની ઝંઝટમાં એકલા પુત્રને મૂકી ગયો હતો. || ૭૯ ||
જો હું મારા પ્રાણપ્રિય પુત્રને સ્વર્ગના સુખોનો સાથીદાર ન બનાવું તો હું એકલપેટો-સ્વાર્થી ગણાઉં ! મારા દેવત્વની ગરિમા શી ? || ૮૦ ||
જો કે પુત્રના ચિત્તરૂપ ચિત્રની સારા રંગોથી ભરેલી પટી સમાન સદ્ગુણોના રાગવાળી અતિકુશળ ભદ્રા સદા બાજુમાં તો છે જ. તો પણ ચિંતા અને દુઃખની આગથી સંતાપ થઇ શકે છે તો તેને હું મારા દર્શન રૂપી અમૃતના વરસાદથી તરત જ ઠારી દઉં ! || ૮૧ || ૮૨ ||
૯૯ પેટી મોકલતા ગોભદ્ર દેવ :
આ પ્રમાણે યોગ્ય વિચારી વાંઝણી સ્ત્રી જેવી સ્વર્ગલક્ષ્મી અવગણીને સંતાનોમાં શણગાર સ્વરૂપ પુત્ર શાલિભદ્ર પાસે તે દેવ ગયો.
ગૌણાર્થ : સ્વર્ગલક્ષ્મીને અવગણીને કલ્પવૃક્ષોથી શોભાવાળા નંદનવનમાં તે દેવ ગયો. ॥ ૮૩ || દરિયા પાર જઇ આવેલો, સુંદર સંપત્તિ લાવેલો કોઇ શેઠ સોદાગર પોતાના પુત્રને ઉત્તમ ચીજો આપે તેમ ગોભદ્ર દેવે આનંદપૂર્વક પ્રિય-પુત્રને દેવતાઇ વસ્તુઓ આપી. કઇ કઇ વસ્તુઓ આપી ? સર્વ અંગોના મુગટ વગેરે
CREDER
પ્રક્રમ-૩
૫૩૬૮ ||