________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
દાંતના કિરણોરૂપી પ્રચુર (ઘી) દૂધ, મીઠા (મધ) વચન-રસ, વિનયરૂપી સુગંધી પાણી-આવા ચમકતા પંચામૃત વડે સિંહાસન પર બેઠેલા માતા-પિતાના ચરણ-કમળોને ધોઇને તેણે નમસ્કાર કર્યા. મહાપુરુષો કદી પણ ઔચિત્ય છોડતા નથી. || ૪૩ / ૪૪ ||
ભોગી લોકો (નાગ-લોકો)માં મુખ્ય, પંડિતો (દવો)માં મુખ્ય અને મનુષ્યોના સમૂહમાં ચક્રવર્તી સમાન-આમ ત્રણેય ભુવનમાં સારભૂત, ખોળામાં બેઠેલા પુત્રને પિતાએ કહ્યું. || ૪૫ //.
રૂપમાં કનૈયા ! વિદ્વાન છતાં નમ્ર ! અનુસુક છતાં મહાન ઉત્સાહી ! વાત્સલ્યવંત ઓ વત્સ ! મારાં વચન પર જરા વિચાર કર. // ૪૬ ||
અમૃત જેવા ઊજળા અને ઊંચા મહેલ જેવું ઊંચું અને ઊજળું મારું કુળ હે બેટા ! અભ્યદયશાલી સુવર્ણકળશ સમાં તારા વડે અલંકૃત થયું છે. // ૪૭ ||
હે વત્સ ! માનવ-ભવ એ ગૈલોક્યસુંદર નામનો મહેલ છે. એમાં બચપણ, જુવાની અને ઘડપણ-એ ત્રણ માળ છે. ચારિત્ર-લક્ષ્મીનું કારણ છે. દાન-શીલ-તપ અને ભાવરૂપ ચાર ઓરડાઓથી શોભાયમાન છે. તેને હું તારી સહાયથી સંયમરૂપી સુવર્ણ કળશથી યુક્ત કરવા માગું છું. // ૪૮ || ૪૯ //
હું રાગ-દ્વેષાદિ શત્રુના નાશ કરવાની વિચારણા કરનાર અને સમિતિ-ગુપ્તિનો અભ્યાસી છું. મારી ભાવ શત્રુઓ પર વિજય મેળવવાની ઇચ્છા તો સફળ બને જો તું કુટુંબનું તંત્ર સંભાળી લે.
8282828282828282828282828282828888
/
૬૨ ||