________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
જે સ્વામી (મૂળ પુરુષ)ને ઓળંગીને દૂર-દૂર સુધી ફેલાઇ જાય છે, તે શ્યામવર્ણી શરીર-છાયા સતીની તુલના પામી શકે નહિ. / ૩૭ ||
તું તો છાયા-પ્રધાન વૃક્ષની છાયા જેવી છે. ગૌરવ અને ઉન્નતિ (પ્રમાણ અને ઊંચાઈ)નું દૃષ્ટાંત છે. રાજા કે મિત્ર (સૂર્ય-ચંદ્રના આક્રમણમાં)ના બળાત્કારમાં પણ મુજ પતિને ઉલ્લંઘતી નથી. (જેમાં સદા છાંયો રહે તે | ‘છાયાતરુ' કહેવાય છે.) || ૩૦ ||
પછી મારા પુત્ર શાલિભદ્રના ગુણ-સમૂહની પ્રશંસામાં લીન થયેલી, મૂર્તિમાન નિર્મળ કીર્તિ જેવી તું ઘરમાં રહેજે. / ૩૯ //
પ્રેમાળ, શાંત-રસથી ભરેલા, ઉત્સાહપ્રેરક, આહલાદક વચન વડે રુદ્ધકંઠવાળી બનેલી ભદ્રા ચૂપ થઇ ગઇ !
ગૌણાર્થ : ઘીથી લચપચતા, સાકર વગેરેના મીઠા રસોથી ભરેલા, મોટા લાડવા વડે રુદ્ધકંઠવાળી તે મૌન થઇ ગઇ ! | ૪૦ ||
પવન શા સાર્થવાહથી અત્યંત પ્રેરિત થયેલી આંસુની ધારા રેલાવતી વાદળની રેખા જેવી તે ભદ્રા પુત્રના મહેલરૂપી પર્વત પર જઇ વરસી પડી (રડી પડી). || ૪૧ //.
પિતાની સાથે આવતી માતા ! જાણે ક્ષીરસાગર સાથે આવતી ગંગા ! આ જોઇને મર્યાદાનો જાણ શાલિભદ્ર ઊભો થયો. || ૪૨ ||
ARRARAUAYA8A82828282828282888
// રૂ?? |