________________
પ્રક્રમ-૩
श्री शालिभद्र महाकाव्यम्
BACA SUR 8282828282828282828282828282
હું એક જ પુત્રવાળી અબળા નારી છું અને આપનો પુત્ર તો હજુ નાનો છે. ઓ દાક્ષિણ્યહીન પ્રિયતમ ! તો કયા બળના આધારે આપ અમને છોડી દેશો ? || ૨૫ ||
ઓ નાથ ! પ્રેમના વિલાસવાળી, અવજ્ઞા વિનાની મુજ નારીની આપ અવગણના કરશો, પણ લક્ષ્મીરૂપ વેલડીના ક્યારા સમાં બાળ શાલિભદ્રને છોડવા આપ પણ સમર્થ નહિ બનો. || ૨૬ ||
ઉત્તમ પુરુષ પગમાં પડેલી પદ્મિની સ્ત્રીને હઠપૂર્વક છોડી પણ દે... પરંતુ ગંભીર તત્ત્વજ્ઞાની પુરુષ પણ કમળ જેવા પોતાના પુત્રને કઇ રીતે છોડી શકે ?
ગૌણાર્થ : ઉત્તમ હાથી પગમાં લાગેલી કમલિનીને બળપૂર્વક ફેંકી પણ દે... પરંતુ ‘ગંભીરવેદી' હાથી પણ પોતાના શરીરમાં થયેલી બિંદુ-જાળને શી રીતે છોડી શકે ? (જેની ચામડી કપાય, લોહી નીકળે... માંસ સુધી પણ હથિયાર પહોંચે, છતાં ન ગણકારે તે “ગંભીરવેદી' હાથી કહેવાય છે.) // ૨૭ ||
હાય ! હાય ! કોમળ, પ્રેમને યોગ્ય, તેજસ્વી એક બાળક સાથે, આધીન એવી પણ દુષ્ટ લક્ષ્મીને આપ શા માટે બાંધી રહ્યા છો ?
ગૌણાર્થ : અરેરે ! કોમળ, તેલને યોગ્ય, તેજસ્વી એક જ (માથાના) વાળ વડે આપ જંગલી હાથણીને શી રીતે બાંધી રહ્યા છો ? || ૨૮ ||
મહેલને થાંભલો ઉપાડી શકે, ખીલી નહિ. યૂથને હાથી સંભાળી શકે, હાથણી નહિ. દુષ્ટ હાથીને વેલડી બાંધી શકે નહિ. રથને બળદ ઉપાડી શકે, ગાય નહિ. એ રીતે કુટુંબનો મોટો ભાર સાત્ત્વિક પુરુષ ઉપાડી શકે
8A%A88888A YAUAAAAAAAA
/ રૂ૮૬ |