________________
પ્રક્રમ-૨
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282
નિર્માણ પામેલા દાનના ફળવાળો, પુણ્યશાળીઓની નજરે ચડનારો અને સારી રીતે શણગારાયેલા શરીરવાળો છે, તે શાલિભદ્ર ખરેખર કલ્પવૃક્ષ જેવો શોભતો હતો.
ગોણાર્થ : રત્નથી બનેલા જેના ક્યારામાં ચમકતું પાણી પડી રહ્યું છે, જે સોના જેવી ઊજળી ડાળવાળો, માણેક જેવાં લાલ ફૂલ અને કંપળવાળો, મરકત જેવાં લીલા પાનવાળો, મોતી જેવા સફેદ ફૂલવાળો, ઉત્પન્ન થયેલા ફળવાળો અને પુણ્યશાળીઓની આંખે ચડનારો છે, તે કલ્પવૃક્ષ શોભતો હતો. || ૧૩૯ ||
ઇન્દ્રનીલનાં શ્યામ કિરણોથી જયાં અન્ય કિરણોનો પ્રવેશ અલક્ષ્ય છે, શ્યામવર્ણા અગરૂના ધુમાડાથી-અંબોડાની કાળી કાંતિથી થયેલા અંધકારથી ભરેલા અને પ્રિયતમાઓના મુખ-ચંદ્ર દ્વારા, તેમના રત્નમય અલંકારોના પ્રકાશથી ઝળહળતા પોતાના મહેલમાં સદા ઉદય પામતા દિવસની શોભાવાળો શાલિભદ્ર સૂર્યના ઉદય કે અસ્તને જાણતો નહતો. (તેના મહેલમાં અંધકાર કે પ્રકાશ સૂર્યના ઉદય કે અસ્ત સાથે સંબંધિત નહોતા, પણ અંદર જ અંધકારપ્રકાશ થતા હતા. ઇન્દ્રનીલ, અગરના ધૂપ અને અંબોડાની કાળી કાંતિથી અંધારું અને પ્રિયતમાના મુખ-ચંદ્ર તથા રત્નમય ઘરેણાંથી પ્રકાશ મળતો હતો.) || ૧૪૦ //
| | બીજો પ્રક્રમ સંપૂર્ણ ||
828282828282828282828282828282828482
{૮૪ ||