________________
પ્રક્રમ-૨
श्री शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
તેનું રૂપ તેના રૂપ જેવું જ ! તેનાં વચન તેનાં વચન જેવાં જ ! તેનું ભાગ્ય તેના ભાગ્ય જેવું જ ! અને તેના ગુણો તેના ગુણો જેવા જ હતા ! (જગતમાં કોઇ તેવી વસ્તુ જ નથી, જેની સાથે ઉપમા આપી શકાય.) // ૧૧૦ /
સામુદ્રિક લક્ષણરૂપ વૃક્ષનું ઉત્તમ-ફળ ચક્રવર્તીના ભોગે છે. ભાવિમાં જેને દેવતાઈ ભોગો મળવાના છે, તેનાં ફળોનું શી રીતે વર્ણન કરાય ? (અર્થાતુ ચક્રી ભોગથી પણ વધારે દિવ્ય ભોગો તેને મળવાના છે.) // ૧૧૧ //.
ધર્મ-અર્થ-કામરૂપ ત્રિવર્ગમાં ધર્મ મુખ્ય છે. દાનાદિ ચાર ધર્મમાં દાન મુખ્ય છે. જ્ઞાન-અભય-અન્નદાન-આ ત્રણ દાનમાં પણ અશ-દાન મુખ્ય છે. અને અન્નમાં પણ ખીર સુકોમળ છે. શાલિભદ્રના શરીરે ત્રણ કારણોમાંથી ખીરરૂપ ઉપાદાન કારણ ગ્રહણ કર્યું. તેથી કુમાર સુકોમળ પદાર્થોમાં અતિશય શોભાથી દીપવા લાગ્યો. || ૧૧૨ // ૧૧૩ ||
શાલિભદ્રના લગ્ન :
ચૈત્ર મહિનાની મૈત્રીથી પવિત્ર બનેલું કુબેરનું ચૈત્રરથ નામનું વન શોભે તેમ યૌવનથી સફળ થયેલું પુત્રનું રૂપ જોઇ નિર્મળ-યશના ઇચ્છુક ગોભદ્ર શેઠ ચારે બાજુ પરસ્પર રૂપ-ગુણ-પ્રકૃતિમાં સમાન બત્રીશ-કન્યાઓની તપાસ કરવા લાગ્યા, જેમ મંગળ બ્લોક બનાવવાનો ઇચ્છુક કવિ પરસ્પર સમાન બત્રીશ અક્ષરો શોધે. || ૧૧૪ || ૧૧૫ ||
અને તે અવસરે ત્યાંના રહેવાસી શેઠિયા, કમળ જેવા મુખવાળી, કમળ જેવા શ્વાસવાળી, કમળ જેવા હાથપગવાળી, કમળ જેવી નાભિવાળી, કમળ જેવી આંખોવાળી, કુલ-શીલ-ગુણથી સરખી બત્રીશ પદ્મિની કન્યાઓ કુમાર માટે લાવ્યા. || ૧૧૬ / ૧૧૭ |.
ARRARAUAYA8A82828282828282888
// રૂ૮૦ ||