________________
પ્રક્રમ-૨
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
સ્વયંભૂ શોભાથી યુક્ત તેની આંખો સાથે બિચારું કુમુદ કઈ રીતે સ્પર્ધા કરી શકે ? તે (કુમુદ) જંગલમાં રહેતું હોવાથી વનવાસી છે. દિવસે ખીલતું-ખાતું ન હોવાથી તપસ્વી છે અને વળી એના સંકોચ અને વિનાશ ચંદ્રને આધીન છે ! / ૧૦૪ ||
તેજથી ઝળહળતું તેનું કપાળ જુઓ તો સ્પષ્ટ એમ જ લાગે જાણે આઠમનો ચંદ્ર ઊગ્યો ! આઠમનો ચંદ્ર | અર્ધી રાત સુધી પ્રકાશ આપે છે. આ કપાળની કાંતિ પણ શરીરના અર્ધાભાગરૂપ મુખને પ્રકાશિત કરે છે. (મુખ શરીરનો અધ ભાગ કહેવાય છે.) || ૧૦૫ //
ચંપાના ફૂલવાળો, કાજળ જેવો કાળો તેનો અંબોડો શોભી રહ્યો હતો. જાણે કામદેવનો સુવર્ણાક્ષરે લખાયેલો વિજય-પ્રશસ્તિનો પટ્ટો શોભી રહ્યો હતો ! || ૧૦૬ /.
અન્ય મનુષ્યોનું વર્ણન કરાતું રૂપ નિમ્નસ્તરની ઉપમાઓને યોગ્ય બને જયારે દેવથી પણ ઉત્તમ આકૃતિવાળા શાલિભદ્રનું વર્ણન કરાતું રૂપ દેવોથી પણ ઉચ્ચસ્તરની ઉપમાને યોગ્ય બે છે. / ૧૦૭ //
જેમ ધર્મને સાંભળવાથી, જોવાથી, ચિત્તમાં સ્થાપિત કરવાથી કે કહેવાથી માણસ કૃતાર્થ થઇ જાય છે, તેમ શાલિભદ્રને જોતાં, ચિત્તમાં સ્થાપિત કરતાં કે કહેતાં માણસો કૃતાર્થ થતા હતા. // ૧૦૮ ||
આંખો જ જેમના માટે કાન છે, તેવી પાતાળ કન્યાઓની શાલિભદ્રના રૂપનાં દર્શનથી વંચિત આંખો તેની કીર્તિ સાંભળી સુખપૂર્વક હર્ષ પામી. / ૧૦૯ ||
8A%A88888A YAUAAAAAAAA
/ રૂ૭૬ |