________________
પ્રક્રમ-૨
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
તેના કાંતિરૂપ સરોવરમાં હાર હંસ બની ગયા. ઊંડી દક્ષિણાવર્ત નાભિ હાથણી બનીને શોભી રહી ! || -૬ ||
તેના હૃદયની વિશાળતા કયા કળાવાન માણસો જાણી શકે ? જે હૃદય લક્ષ્મી અને સરસ્વતીના મિલનનું તીર્થ બની ગયું છે ! // ૯૭ ||
ઢીંચણ સુધી પહોંચતા કે કણ સહિત તેના બે હાથ ! જાણે હૃદય-સરોવરમાં રહેલા દાનરૂપી હાથીના કંકણ સહિત બે દાંત જોઇ લો ! || ૯૮ |
ના... ના... કંજૂસ સમુદ્રના નહિ, પણ ઉદાર કલ્પવૃક્ષના પરવાળાઓમાંથી જ તેના હાથનું નિર્માણ થયું છે. માટે જ તો તે હાથ લાલ છે અને દાનવીર છે ! | ૯૯ //
સિહ સમી આકૃતિવાળા તે શાલિભદ્રનો ત્રણ રેખાયુક્ત કંઠ...! ત્યાં (કંઠમાં) ત્રણેય વિદ્યાઓની સ્થાપના થયેલી છે-એમ જાહેર કરે છે. || ૧૦૦ |
બ્રહ્માએ સોળ રત્નોના ખૂબ જ કાળજીપૂર્વક બે ટુકડા કરીને શું તે શાલિભદ્રના બત્રીશ દાંત બનાવ્યા હશે ? | જુઓને ! તે કેવા ઊજળા અને એક સરખા છે. || ૧૦૧ ||.
ઓહ ! તેના ગાલ તો જુઓ ! બ્રહ્માએ કેવા ગોળ અને વચ્ચે ઊંચા બનાવ્યા છે ? જાણે યૌવન અને કામને બેસવા માટે સોનાનાં આસન ! | ૧૦૨ ||
ઉપમાના કરોડો પદાર્થોમાં તેનું મોં ઉચ્ચ કોટિને પામ્યું. માટે જ તેના નાક રૂપી દંડ પર ભવાંઓની ફરકતી બે વિજયપતાકાઓ શોભી રહી છે. || ૧૦૩ //.
8A%A88888A YAUAAAAAAAA
/ રૂ૭૮ |