________________
श्री
शालिभद्र
महाकाव्यम्
FRERER
શાલિભદ્રના ચમકતા રૂપથી હું તો સાવ તુચ્છ રૂપવાળો છું. તો હવે મારે તેના જેવું રૂપ મેળવવા શું કરવું ? (આમને આમ જીવવું તો મુશ્કેલ છે)-એમ વિચારી શાલિભદ્ર જેવું રૂપ મેળવવા સોનું જાણે અગ્નિ-તીર્થમાં ઝંપલાવે છે ! || ૮૯ ||
શાલિભદ્રના શરીરની ચમકતી કાંતિનો ડર લાગવાથી આશંકામાં ડૂબેલો પેલો રાજચંપો કંઇક સંકોચાઇને રહે છે અને રાજાની નિશ્રા છોડતો નથી. (‘રાજચંપક’ આ શબ્દમાં જે ‘રાજ' શબ્દ છે તે જ રાજા સમજવો.) | ૯૦॥
તેની ઝળકતી શરીરની કાંતિથી જાણે શિક્ષા પામેલા પેલા સોનેરી કેળા અતિઅલ્પ રસવાળા થઇ ગયા અને તેથી જ જાણે એક જ વાર ફળે છે. | ૯૧ ||
તેના અંગના ચમકાટથી અત્યંત ભયભીત બનેલો પેલો સોનેરી કેવડો ! પોતાનું રક્ષણ કરવા જાણે કાંટાઓની વાડ કરી રહ્યો છે ! || ૯૨ |
શાલિભદ્રના પગ સાથે વાદ (સ્પર્ધા) કરવાથી (હારી ગયેલા) કમળને બ્રહ્માએ કાદવમાં નાખ્યું અને વિજેતા બનેલા શાલિભદ્રના પગને નખના બહાને જાણે માણેકથી પૂજ્યા. || ૯૩ ||
શાલિભદ્રના બંને પગ નિર્ભય છે, કારણ કે તેનાં નખ-રત્નો ખુલ્લાં છે. પેલું ડરપોક કમળ પાણીના કિલ્લામાં જઇ ભરાયું અને પોતાનો બીજકોશ પણ ગુપ્ત રાખ્યો. ॥ ૯૪ ॥
મને શંકા થાય છે કે ચંદ્રના હરણની જાંઘ આ શાલિભદ્રે તો નહિ લીધી હોય ને ? કારણ કે ચંદ્રનું દીન થયેલું હરણ પાંગળાની જેમ બેઠું જ રહે છે ! | ૯૫ ॥
FRERERY
REREREDER
પ્રક્રમ-૨
॥ ૩૭૭ ॥