________________
પ્રક્રમ-૨
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
રૂપની અતિશય શોભાથી ઝળહળતી તે કન્યાઓ એવી લાગતી હતી જાણે ૧૬ વિદ્યાદેવીઓએ મૂળ અને ઉત્તરવૈક્રિયરૂપ ધારણ કર્યા ! જાણે દેવાંગનાઓના કરોડો અષ્ટકોમાંથી ચાર અષ્ટક ધરતી પર આવી ચડ્યાં ! જાણે વ્યંતરની સર્વ-લક્ષ્મી ભેગી થઇ ! જાણે ચંદ્રની ૧૬ કળાઓના બે ટુકડા કર્યા. / ૧૧૮ // ૧૧૯ ||
ત્યાર પછી ઉત્સાહી સ્વજનો સાથે શ્રીયુત ગોભદ્ર શેઠે આકાશ-મંડળ જેટલા વિસ્તારવાળા સુંદર મંડપને IS બનાવીને, ફલોનો સમૂહ નાખવાથી વસંત જેવો (વિવાહ મહોત્સવ), કેસરના ગુચ્છાનાં દર્શનથી કાશ્મીર દેશના | વિસ્મયવાળો, દેવતાઇ વસ્ત્રો અને આભૂષણોથી દેવનગર જેવો, નાગર-વેલનાં પાન અને સોપારીના ઢગલાથી કોંકણ દેશ જેવો, નૃત્ય સાથે શરૂ થયેલા સંગીતથી ગાંધર્વનગર જેવો, મંગળમય ‘ઊલ્લુ’ એવા સ્ત્રીઓ દ્વારા ગવાતાં ગીતોથી ગાજતા-કામદેવના જયનાદ સરખો, વિશાળ ભોજનમાં ઘીની ધાર, પકવાશ, શાક, ફળો અને દૂધના રેલાથી જગતની સતત ચાલતી દાનશાળા જેવો, (વિવાહ મહોત્સવ હતો.) જયાં સ્વજનોનો સત્કાર થઇ રહ્યો છે, જયાં યાચકરૂપ ચાતક ખુશ થયેલા છે, જયાં વાજિંત્રોનો એકધારો નાદ ગૂંજી રહ્યો છે, જે જિનપૂજા વડે અધિષ્ઠિત થયેલ છે, જયાં હોશિયાર સ્ત્રીઓ વિધિની પરંપરા સાચવી રહી છે, જે લક્ષ્મીના પ્રવાહને નીકળવાનો માર્ગ છે એવો, ઇન્દ્રાણી જેવી ભદ્રાને રોમાંચ કરનારો, ઇન્દ્ર જેમ તેના પુત્ર જયંતનો, તેમ ગોભદ્ર શેઠે મોટા મહોત્સવ સાથે શાલિભદ્રનો વિવાહ કરાવ્યો. / ૧૨૦ / ૧૨૧ / ૧૨૨ / ૧૨૩ || ૧૨૪ || ૧૨૫ / ૧૨૬ // ૧૨૭ || - નિરંતર ઝરતા વિશિષ્ટ વચનોવાળી (નિરંતર સ્કુરાયમાન વ્યાખ્યાવાળી) કામ-ભાવને બતાવનારી (વિષમ પદોમાં અર્થ બતાવનારી) કામશાસ્ત્રની પ્રાચીન ટીકા સરખી, સુંદર અંગવાળી પુત્રવધૂઓ જોઇને સભ્ય લોકોમાં
8A%A88888A YAUAAAAAAAA
/ રૂ૮૬i