________________
પ્રકમ-૨
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
સજજનનો જેમ સ્નેહ વધે, વિનીતના જેમ ગુણો વધે, ભણનારનો જેમ શાસ્ત્રબોધ વધે, ભાગ્યશાળીની જેમ લક્ષ્મી વધે, તેમ શાલિભદ્ર ક્રમે કરી વધવા લાગ્યો. || ૭૦ ||
પાંચ સમિતિઓ જેમ સંયમનું, પાંચ સંધિશુદ્ધિ (નાટ્ય-વિજ્ઞાન) જેમ નાટકનું, વાયુ આદિ પાંચ તત્ત્વોની પ્રવૃત્તિ જેમ પ્રાણનું, પાંચ ઇન્દ્રિયો જેમ કામનું, પાંચ કરણસ્થિતિ જેમ રાજયનું રક્ષણ અને પાલન કરે તથા સર્વપ્રયોજન સાધક બનાવે તેમ સર્વ પરીક્ષાઓમાંથી પસાર થવાથી શુદ્ધ થયેલી, કળાઓની જાણકાર પાંચ ધાવમાતાઓ તે શાલિભદ્રનું લાલન-પાલન કરવા લાગી. || ૭૧ || ૭૨ ||
સરકવું, ચાલવું, જમવું, અન્નના કોળિયા લેવા, બોલવું, કપડાં પહેરવાં, વર્ષગાંઠ ઊજવવી-આમ બીજાંબીજાં પણ લૌકિક કાર્યો પિતાએ કરાવ્યાં. ખરેખર લક્ષ્મી આમ જ સફળ થતી હોય છે જયારે બાળક સરકવાની, ચાલવાની કે જમવાની શરૂઆત કરે છે તે દિવસે ઉજવણી કરવી એવો પૂર્વકાળમાં શ્રીમંતોને ત્યાં શિરસ્તો હતો.) // ૭૩ || ૭૪ ||
શિશુ શાલિભદ્રનું વર્ણન : આંબા જેવો રસપૂર્ણ શાલિભદ્ર શોભવા લાગ્યો. શાલિભદ્ર...
.......... આંબાનું ઝાડ સોનાના કંકણવાળો .............................. પાણીથી અત્યંત ભરેલા ક્યારાવાળું લાલ હાથ-પગ અને હોઠવાળો ............... .. લાલ થડ, ડાળ અને પાંદડાવાળું સુંદર દાંતવાળો ................................. સુંદર પંખીવાળું. || ૭૫ //
8282828282828282828282828282828888
/ રૂ૭૪ ||