________________
श्री
शालिभद्र
महाकाव्यम्
FRERERE
મદનિયા (હાથીનું બચ્ચું)ને જેમ બાજુમાં રહેલા, સૂંઢના અગ્ર ભાગને ફેલાવતા, પર્વતના હાથીઓ અને હાથણીઓ રમાડે, તેમ બાળ શાલિભદ્રને ગોત્રીય પુરુષો તથા સ્ત્રીઓ રમાડવા લાગ્યાં. ॥ ૭૬ || તે શાલિભદ્રના સુવર્ણ-કમળ સમાન પગમાં સોનાના ઘૂઘરા વારંવાર રણઝણવા લાગ્યા. જાણે પગની રજથી પીળા થયેલા ભમરા ગૂંજવા લાગ્યા ! || ૭૭ ||
આ બાળ શાલિભદ્રના કંઠમાં લટકતો હાર આમતેમ ઝૂલતો હતો. જાણે બચપણનો રમવાનો હીંચકો ઝૂલતો
હતો ! || ૭૮ ||
કાકપક્ષ ધરનારો હોવા છતાં પણ તે બાળક હંસ જેવો હતો. શી રીતે ? કાકપક્ષ એટલે કાગડાની પાંખ નહિ, પણ બાળકની ચોટલી. તેને ધારણ કરનારો, લાખ વગેરેના રંગથી, લાલ એરંડા જેવા લાલ પગવાળો (લાલ ચાંચ અને પગવાળો હંસ) સુંદર ચાલવાળો અને મધુર વચનવાળો તે હંસ જેવો કેમ નહિ ? || ૭૯ ||
કેટલાક બાળકો વિષ્ઠામાં રમતા ભૂંડ જેવા, કેટલાક ચંચળતામાં વાંદરા જેવા, કેટલાક માયા કરવામાં શિયાળ જેવા, કેટલાક જંગલી પ્રાણી જેવા તોફીની હોય છે. પરંતુ આ બાળ શાલિભદ્ર તો પવિત્રતા અને પ્રેમથી નીતિમાન ઘોડા જેવો, અંગની સંલીનતામાં કાચબા જેવો, સિંહ જેવો ઓજસ્વી અને મુનિ જેવો પ્રશાંત હતો. II ૮૦|| ૮૧ ||
મા-બાપના પુણ્યના પરિપાક સમો આ બાળક સૌભાગ્યના આંબા પર મંજરી જેવો હતો. સુખરૂપી બીજમાં મા જેવો હતો. જીવનનું પણ જીવન હતો. વેપારી જેમ વ્યાજના લાભ માટે સર્વ સાક્ષીએ, જેનાથી વ્યાજનો લાભ થતો હોય તેવા સજ્જન શેઠને પોતાના પ્રિય પૈસા આપે, તેમ ગોભદ્ર શેઠે બીજી-બીજી કળાઓની પ્રાપ્તિ માટે સર્વ-સ્વજનોની સાક્ષીએ, પવિત્ર ઉપાધ્યાય (શિક્ષક)ને પ્રિય બાળક શાલિભદ્ર ભણવા માટે સોંપ્યો. II ૮૨ || ૮૩ ||
GRERERER
પ્રક્રમ-૨
|| ૩૭૬ ||