________________
પ્રક્રમ-૨
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
તે ડાહી સ્ત્રીએ પતિની પાસે તરત જ આવીને કાનના મૂળમાં તે સ્વપ્ન અતિ વિસ્તારીને કહ્યું. | પર છે.
જળવાળી ભૂમિમાં રહેલા ડાંગરના ખેતર જેવો અદ્ભુત સૌરભવાળો, રાણીઓ (ખેતરની રખેવાળી સ્ત્રીઓ) દ્વારા ગુણોનું કીર્તન કરાયેલો, પોપટ જેવા સરખી ઉંમરના યુવાનોને પ્રિય, પરિણામમાં મધુરતા, મુખ્યતા અને શ્રેષ્ઠતાના સ્થાનરૂપ પુત્રને તું પામીશ-એ પ્રમાણે કહીને ગોભદ્ર શેઠે તેણીને અભિનંદન આપ્યાં. || પ૩ / ૫૪ //.
પૃથ્વી જેમ તૈલકંદ નામના મહાન રત્નને તથા પાતાળના અમૃત-કુંડને ધારે તેમ તે ભદ્રા પૂજનીય ગર્ભ ધારણ કરવા લાગી. || પપ ||
ભદ્રાને દાનનો દોહલો :
જેમ અંદર રહેલા તૈલકંદ રત્નથી પૃથ્વી, સપાટી પર ચીકણી થાય, તેમ દાનબુદ્ધિવાળા ગર્ભસ્થ એ બાળકથી ભદ્રા દાનના દોહલાવાળી થઇ. // પદ //
અહો ! સુખના સમયમાં પણ દેવો પૂર્વસ્નેહને છોડી દે છે. પરંતુ તેણે તો ગર્ભના દુ:ખમાં પણ દોસ્ત શ્રીદાનને યાદ કર્યો. || પ૭ ||
અહો ! ગર્ભ-દુઃખની આગ લાગવા છતાં ચૈતન્ય-મૂષા (કુલડી)માં રહેલો તેનો દાન-આદરરૂપી પારો ઊડ્યો નહિ. જુઓ તો ખરા ! || ૫૮ ||
વાસનાની અંતિમ સીમા ધાતુ છે. પૂર્વ-ભવના શરીરના ધાતુઓ તો તેના નષ્ટ થઇ ચૂક્યા અને આ ભવના નવા ધાતુઓ હજુ પૂરા થયા નથી. છતાં તેને દાનની વાસના (ભાવના) થઈ. આશ્ચર્ય છે ને ? || ૫૯ //
828282828282828282828282828282828482
/ ફે૨ |